દેશભરમાં આકાશમાંથી અગન જ્વાળાઓ વરસી રહી છે. ગરમીથી લોકો રીતસરના તોબા પોકારી ગયા છે. રાજસ્થાનના શ્રીગંગા નગરમાં ગરમીનો પારો 48ને પાર ગયો છે. આ અગાઉ તેલંગણામાં 47.2 ટકા તાપમાન નોંધાયું હતું. આ સ્થિતિમાં ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે લોકો માટે સારા સમાચાર આપ્યા છે.
ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યું છે.આ વર્ષે સામાન્ય વરસાદ થવાની થશે. 6 જૂન સુધી ચોમાસુ કેરળમાં પહોંચી શકે છે. ત્યારબાદ ચોમાસુ આગળ વધશે. જોકે, 6 જૂન સુધી ગરમીથી રાહત મળવાની આસા દેખાઈ રહી નથી.ઓગષ્ટ મહિનામાં 99 ટકા ચોમાસાનું અનુમાન છે.
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ભારતમાં 97 ટકા ચોમાસાનું અનુમાન છે. પૂર્વોત્તર ભારતમાં 91 ટકા વરસાદનું અનુમાન છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસુ 94 ટકા રહેશે. જ્યારે, મધ્ય ભારતમાં 100 ટકા ચોમાસાનું અનુમાન છે.