છેલ્લા કેટલાંક દિવસથી ગુજરાતમાં ગરમીનો એહસાસ થતો જોવા મળી રહ્યો છછે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી અવરોધ)ની અસર તળે સૌરાષ્ટ્રમાં વાદળ છાયુ વાતાવરણ રહેતા શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થયો હતો.
રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ન્યુનત્તમ તાપમાન ૨૦ સે.એ પહોંચી ગયું હતું તો વેરાવળ, પોરબંદર, મહુવામાં ૨૧ સે.ને પાર થયું હતું. જુનાગઢ કેશોદમાં ૧૮ સે તો કચ્છમાં પણ ઠંડી ઘટી જતા નલિયા ૧૪ અને ભૂજમાં ૧૭ સે.તાપમાન અને બપોરનું તાપમાન તો વધીને ૩૪થી ૩૫ સે.સુધી પહોંચી જતા દિવસના સમયે લોકોએ ગરમ વસ્ત્રો દૂર કરીને પંખા ચાલુ કરવા પડયા હતા.
વાદળોની અસર તળે તાપમાનનો પારો ઉંચકાયો છે પરંતુ, બે-ત્રણ દિવસમાં તે વિખેરાયા બાદ ઠંડીની શક્યતા છે. તો હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ 4 દિવસ ફરી થી કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીની સાથે જોરદાર પવન પણ ફૂંકવાની ભીતિ વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા દરિયા ખેડુંને દરિયામાં નાં જવાની સલાહ પણ આપવામાં આવીછે.