સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે વાતાવરણ પલટાયા બાદ અનેક સ્થળે માવઠું થયું હતું અને ધૂળની ડમરી ઉડાડતાં મિનિ વાવાઝોડાની ઝડપે પવન ફૂંકાયા હતા. આજે મંગળવારે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને અનેક સ્થળે માવઠું થયું હતું.બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી સહિતના વિસ્તારોમાં ગાજવીજ, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાપર પંથકમાં જોરદાર ઝાપટું પડ્યું છે, તો રાજકોટમાં સવારથી જ વાદળા સાથે વરસાદી ઠંડક છવાઈ છે તો ક્યાંક ક્યાંય હળવા છાંટા પડ્યા છે.
સોમવાર સાંજે અને આજે રાજકોટ,પડધરી અને મોરબીમાં ગાજ-વિજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે વાતાવરણમાં પલ્ટો આવતા દરિયો તોફાની બનતાં ઓખા દહેજ ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત વાતાવરણમાં 500 જેટલી બોટ હજુ દરિયામાં હોવાની અને તેને દરિયાકાંઠે લાવવા માટેના પ્રયાસો ચાલુ હોવાની વાતો બહાર આવી રહી છે. વાતાવરણમાં પલ્ટાને કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ઉનાળુ પાક તલ, બાજરી ઉપરાંત કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે.