પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે યાત્રીઓની સગવડ માટે પશ્ચિમ રેલવે દ્વારા વધુ એક નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે.
માહિતી મુજબ સૌરાષ્ટ્રની 14 ટ્રેનમાં વધારાના કોચ જોડવા પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે લાંબા અંતરની 7 ટ્રેનોમાં કાયમી 7 કોચ જોડાશે. મુદ્દા સાથે સંકળાયેલ અધિકારીએ જણાવ્યું કે 7 ટ્રેનમાં હંગામી ધોરણે નવા કોચ જોડાશે. ઉપરાંત તેમણે કહ્યું કે પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય ભારે ટ્રાફિકને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં લોકો દ્વારા મોટાભાગે ટ્રેનથી મુસાફરી કરવામાં આવે છે. જેના કારણે ટ્રાફિક દિવસે-દિવસે વધી રહ્યો છે. જ્યારે વેઇટિંગ લિસ્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. આ જોતા હવે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોમાં કોચ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની 14 ટ્રેનમાં વધારાના કોચ જોડાશે.