ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તહસીલના જોટવડ ગામમાં એક કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેવા વાળા એક વ્યક્તિએ વરસંગભાઇ બારીયાએ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા કહ્યું કે જયારે તેઓ ખેતરમાં કામ કરે છે તો બે ભૂત એમની પાસે જઈ એમને મારી નાખવાની ધમકી આપે છે. એટલું જ નહિ વારંવાર આ પ્રકરની ધમકી આપી માનસિક રીતે પરેશાન કરે છે. જિલ્લાના જાંબુઘોડા પોલીસે આ મામલે ફરિયાદના આધારે તાપસ કરતા જાણ્યું કે આરોપી વરસંગભાઇ બારીયા માનસિક રીતે બીમાર છે.જાંબુઘોડા પોલીસને જયારે આ રીતે ભૂત દ્વારા મારી નાખવા વાળી ફરિયાદ મળી તો તેઓ હેરાન થઇ ગયા, જો કે પોલીસ ખેતરમાં પણ ગઈ, પરંતુ કઈ થયું નહિ અને પરિવાર વાળા સાથે વાત કરવા પર ખબર પડી કે જેમણે પોલીસમાં ફરિયાદ નોંધવી હતી તેઓ માનસિક રીતે બીમાર છે. પરિવાર વાળાઓએ આ વાત માની કે એમને ખબર નથી કે વરસંગભાઇ પોલીસ સ્ટેશનમાં જઈ એવી ફરિયાદ નોંધાવી આવ્યા છે. જો કે પોલીસે પણ માનવતા બતાવતા વરસંગભાઇ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા એમની માનસિક બીમારીના ઈલાજ માટે મનોચિકિત્સક સાથે વાત કરી એમનો પરિવાર સાથે સંપર્ક કરાવી દીધો છે.
