દરરોજ એવા સમાચાર આવે છેકે ગુજરાતના આ વિસ્તારમાંથી આટલા લાખનો દારૂ ઝડપાયો, જે દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી છે. કોઇને કોઇ રીતે રાજ્યમાં દારૂનું વેચાણ કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ વડોદરામાં રોડ પરથી દારૂની પોટલીઓ મળી આવી હતી, જોકે હવે રાજ્યમાં વ્હિસ્કીને પણ પોટલીના સ્વરૂપમાં વેચવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું છે.
ગુજરાતમાં FSSI માર્કા સાથે વિદેશી દારૂના પાઉચનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બેંગાલુરુથી બિસ્કિટ અને ચોકલેટની આડમાં ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે. તેમજ આ વ્હિસ્કીની પાઉચની એક્સપાયરી ડેટ દેશી દારૂની પોટલી કરતા વધારે છે એટલે કે વ્હિસ્કીના પાઉચ 6 મહિના સુધી ચાલી શકે છે. 35 રૂપિયામાં મળતા આ વ્હિસ્કીના પાઉચને અમદાવાદમાં 50 રૂપિયામાં વેચવામાં આવે છે. તેમજ એક પાઉચમાં 90 એમએલની માત્રામાં વ્હિસ્કી હોય છે.