Gujarat: વડાપ્રધાન મોદીના વતન ઉત્તર ગુજરાતમાં 110 દાવેદારો છે. જેમાં પાટણ – 11, બનાસકાંઠા – 31, સાબરકાંઠા – 34, મહેસાણા – 34 દાવેદારો મળીને તેના હરીફને હરાવવા માટે કામ કરશે કે કેમ તે એક મોટો સવાલ છે.
ગુજરાતમાં સૌથી વધારે 34 દાવેદારો મહેસાણા બેઠક પર ભાજપમાંથી હતા. મહેસાણા મત વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ વડનગર આવે છે, અનંદીબેન પટેલ પણ ઉત્તર ગુજરાતના છે અને અમિત શાહનું મોડાસા આવે છે. અહીં ઘણાં લોકો ચૂંટણી લડવા માંગતા હતા. પણ તેમને ઉમેદવારી મળશે કે કેમ તે એક સવાલ હતો. પોરબંદર બેઠક પરથી પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણી અને મહેસાણા બેઠક પરથી નીતિન પટેલના નામ હતા. બન્નેની ઉમેદવારી પરત ખેંટવાની ફરજ પાકવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના આનંદી પટેલ ઉમેદવાર ન હતા.
દરેક બેઠક પર ઓછામાં ઓછા ભાજપના 47 હોદ્દેદારોને લાયક ઉમેદવાર કોણ એવું પૂછવામાં આવ્યું હતું. પણ 10 બેઠકો એવી હતી કે જ્યાં માત્ર લોકશાહી પ્રક્રિયા માટે કાર્યકરો સમક્ષ ઢોંગ કરવામાં આવ્યો હતો. પણ ઉમેદવાર તો દિલ્હીથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરી રહ્યાં હતા. દેખાવ ખાતર પસંદગીની પ્રક્રિયા કરે છે. લોકશાહીના સ્તંભ ટકવા દીધા નથી તો, પક્ષમાં તો, મોદી અને શાહ કઈ રીતે લોકશાહી પ્રક્રિયા ન હતી. અપમાનિત કરવામાં દિલ્હીને આનંદ આવે છે. કોઈ કોઈનું સાંભળતાં નથી. રામ મંદિર બની ગયું અને મતદાન મશીન છે તેથી હવે નેતાઓ માત્ર ફોર્માલીટી ખાતર ઉમેદવારની પસંદગીની કવાયત કરે છે. ઉમેદવાર ફીક્સ થઈ ગઈ છે.
મહેસાણા
મહેસાણા લોકસભાની બેઠક પર નિરીક્ષકો સમક્ષ દાવેદારોની રજૂઆતો મુજબ 34 જેટલા નામો હતા. જેમાં સાંસદ શારદા, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ લડવા માંગતા હતા. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પર્સનલ પી એ બાયોડેટા સાથે હાજર રહ્યા હતા. પછી નીતિન પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી લેવાની ફરજ પડી હતી. શિસ્તનાં નામે મોદી અને શાહે તેમની રાજકિય કારકિર્દી ખતમ કરી નાખી. ગુજરાત રાજ્યનાં સક્ષમ અને યોગ્ય મુખ્ય પ્રધાન બની શકે તેમ હોવા છતાં હંમેશા મહેસાણાના ખુણે કરી નાંખ્યા છે. કારણ કે તેઓ અનંદીના જૂથના હતા અને અગાઉ મોદી સામે બળવો કરીને નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા! હવે બીજા અડવાણી બના ગયા છે.
નીતિન પટેલના અંગત વિશ્વાસુ અને કડીના વલ્લભ પટેલ મજબૂત દાવેદાર રહ્યાં હતા. પૂર્વ IAS અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ એમએસ પટેલ લાઈનમાં રહ્યાં હતા.
પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ, જુગલ ઠાકોર, પ્રકાશ પટેલ, શારદા પટેલના પુત્ર આનંદ પટેલ, પૂર્વ સાંસદ એ.કે.પટેલના પુત્ર ધનેશ પટેલે પણ ટિકિટ માંગી છે.
રજની પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી
નારાયણ પટેલ,ઉંઝા પૂર્વ ધારાસભ્ય
જયશ્રી પટેલ,પૂર્વ સાંસદ
દિનેશ પટેલ, અધ્યક્ષઊંઝા એપીએમસી
કે સી પટેલ, પૂર્વ મહામંત્રી
બનાસકાંઠા
બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડવા 31 દાવેદારો 2019માં હતા. સાંસદ પરબત પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરી, પરથી ભટોળ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ વાઘેલા, કેસાજી ઠાકોર, લીલાધર વાઘેલા, અણદા પટેલ , હિતેષ ચૌધરી, પ્રવિણ કોટકએ ઉમેદવારી નોંધાવી હતી. આમ જિલ્લાના તમામ દિગ્ગજોએ દાવો કર્યો હતો. દાવેદારી માટે બનાસકાંઠા ભાજપમાં વર્ગવિગ્રહ થવાની શક્યતા છે.
પાટણ
પાટણના સાંસદ ભરત ડાભી સહિત 11 લોકોએ બેઠક માટે દાવેદારી નોંધાવી હતી. ભરત ડાભી, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પૂર્વ પ્રધાન દિલીપ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, વિનય ઠાકોર, નંદાજી ઠાકોર, દિલીપજી ઠાકોર, સોનલ દિલીપ ઠાકોર,પુષ્પા ઠાકોર, રમીલા ચૌધરી, ભારત ભટેસરિયા, નટુજી ઠાકોર, ડો.વ્યોમેશ શાહ સહિત નાઓએ પોતાના બાયોડેટા આપ્યા હતા. દિલીપ ઠાકોર, રાજુલ દેસાઈ તથા કે.સી.પટેલ દેવાદારો હતા.
સાબરકાંઠા
સાબરકાંઠા – અવલ્લી લોકસભા બેઠક પર નિરીક્ષકો સામે 34 દાવેદારો હતા. જેમાં બે વખત રહેલાં સાંસદ દીપ રાઠોડ, પૂર્વ સાંસદ અને પૂર્વ રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન જય ચૌહણ, પૂર્વ સાંસદ મહેન્દ્ર ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય અને એડવોકેટ મહેન્દ્ર બારીયા, અરવલ્લી જિલ્લામાંથી માલપુર-બાયડના પૂર્વ ધારાસભ્ય ભીખી પરમાર અને ભીખાજી, પૂર્વ ધારાસભ્ય ભીખી, ઈડરના સામાજિક અગ્રણી અશ્વિન પટેલ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાના નામો રહ્યા હતા. જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ અને હાલ ગાંધીનગરના પ્રભારી ઇડરના પીસી પટેલ, દીવના રાજા અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલ, ગજેન્દ્ર પરમાર, કૌશલ્ય પરમાર, સાબરકાંઠા બેંકના અધ્યક્ષ મહેશ પટેલ દાવેદાર હતા.
દાવેદારની સંખ્યા – 443
ગાંધીનગર – 01
નવસારી – 01
જામનગર – 03
ખેડા – 12
જૂનાગઢ – 09
પાટણ – 11
સુરત – 15
અમદાવાદ પશ્ચિમ – 20
અમદાવાદ પૂર્વ – 20
સુરેન્દ્રનગર – 11
ભાવનગર – 21
વલસાડ – 15
દાહોદ – 13
અમરેલી – 22
રાજકોટ – 13
ભરૂચ – 12
બનાસકાંઠા – 31
બારડોલી – 15
આણંદ – 22
પોરબંદર – 15
વડોદરા – 18
પંચમહાલ – 30
સાબરકાંઠા – 34
છોટા ઉદેપુર – 27
મહેસાણા – 34
કચ્છ – 18
કૂલ દાવેદાર – 443