થોડા સમય પહેલા સુરતના ડોક્ટર પર બળાત્કારની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરને ફાંસની સજા આપો સાથેના નારા સાથે મહિલા, પતિ અને સમાજે રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા હતા. બળાત્કારની ઘટનામાં મહિલાએ 164 મુજબનું નિવેદન નોંધાવ્યું હતું અને ડોક્ટરને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
આ ડોક્ટરને બળાત્કારની ફરીયાદમાંથી ઉગારી લેવા માટે સમાજનો ઉપયોગય કરવામાં આવ્યો. લોકોએ રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા અને ડોક્ટરને ફાંસીની સજાની માંગ કરી. પણ, પણ, જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ આ કેસમાં કોર્ટ બહાર સમાધાન કરી લેવામાં આવ્યું. મહિલા માની ગઈ અને એફિડેવિટ રજૂ કરી કહ્યું કે મારે હવે મારા પર થયેલા બળાત્કારના કેસમાં કશું કરવાનું રહેતું નથી.
છાપાવાળા ચૂપ, પોલીસ ચૂપ, કોર્ટેને પણ અંધારામાં રાખવામાં આવી. મહિલાએ સમાજ, પોલીસ અને કોર્ટનો ઉપયોગ શું સિધ્ધ કરાવ્યું? પોલીસ અને ન્યાયતંત્રમાં સામાન્ય માણસને વિશ્વાસ છે ત્યારે મહિલાએ મોટા ઉપાડે બળાત્કારની ફરીયાદ દાખલ કરાવી ડોક્ટરને જેલમાં પહોંચાડી દીધો. માની લઈએ કે મહિલાને ફરીયાદ પાછી ખેંચવાનો અધિકાર છે પણ આવી રીતે પોલીસ અને ન્યાયતંત્રને અંધારામાં રાખીને મહિલાએ ફરીયાદ પાછી ખેંચી લીધી એ બાબત જરૂર મોટી આશંકા જન્માવી જઈ રહી છે. પ્રતિષ્ઠિત ડોક્ટરને જેલમાં ભેગો કરવો અને માત્ર ગણતરીના દિવસોમાં જ ફરીયાદને પાછી ખેંચવાની ઘટના બને છે એને લઈ સુરત શહેરમાં તરેહ-તરેહની ચર્ચાઓ ચાલી રહી છે.
શા માટે મહિલાએ ફરીયાદ પાછી ખેંચી તે એક કોયડો બની ગયો છે. આમાં ઉંડાણપૂર્વક તપાસ થાય તો અનેક પ્રકારની હકીકત બહાર આવી શકે તેમ છે અને મહિલાએ સમાજનો ઉપયોગ કરી કરેલી ફરીયાદ પાછળનું સત્ય પણ ઉજાગર થવાની શક્યતા રહેલી છે. આવા કિસ્સાઓમાં દાખલો બેસે તેવી રીતે કાર્યવાહી કરવાની વેળા આવી ગઈ છે નહિંતર બળાત્કાર જેવા અતિગંભીર ગુનાની ઘટનાઓમાં સમાજનો ગેરઉપયોગ થતો રહેશે.