પંજાબના બન્યા હાર્દિક પંડ્યા, IPLમાં ₹10 લાખથી ₹122 કરોડ સુધીની કમાણી, જાણો આવકનું આખું ગણિત!

5 Min Read

હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાયો, 10 લાખથી શરૂ થઈને 122 કરોડ સુધી પહોંચી IPL કમાણી! જાણો દરેક સીઝનની ફી

IPL 2027 પહેલાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના નામે વધુ એક મોટી ચર્ચા શરૂ થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં જોડાયેલા હાર્દિકને આગામી સીઝન માટે ₹18 કરોડની ફી મળશે. ખાસ વાત એ છે કે IPLમાં પોતાની કારકિર્દીની શરૂઆત માત્ર ₹10 લાખની ફીથી કરનાર હાર્દિક આજે કરોડોની કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ છે. અત્યાર સુધીમાં તેણે IPLની વિવિધ ફ્રેન્ચાઈઝી તરફથી મળેલી ફી દ્વારા અંદાજે ₹122 કરોડની કમાણી કરી છે.

હાર્દિકની IPL સફર ઘણી રસપ્રદ રહી છે. તેણે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી અને ટીમને પ્રથમ જ સીઝનમાં ચેમ્પિયન બનાવી હતી. 2024માં તે ફરી મુંબઈમાં પરત ફર્યો હતો. હવે IPL 2027 પહેલાં થયેલી મોટી ટ્રેડમાં તે પંજાબ કિંગ્સનો ભાગ બન્યો છે. પંજાબ તરફથી મળનારી ₹18 કરોડની ફી તેની અત્યાર સુધીની IPL કારકિર્દીની સૌથી મોટી સીઝનલ ફી છે.

- Advertisement -

pandiya.jpg

₹10 લાખથી શરૂ થઈ હાર્દિકની IPL સફર, 2018માં ફીમાં થયો મોટો વધારો

હાર્દિક પંડ્યાએ વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં પદાર્પણ કર્યું હતું. શરૂઆતના ત્રણ વર્ષ તેના માટે પોતાની પ્રતિભા સાબિત કરવાનો સમય હતો. 2015, 2016 અને 2017ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને પ્રતિ સીઝન માત્ર ₹10 લાખ ચૂકવ્યા હતા.જોકે, હાર્દિકે પોતાની આક્રમક બેટિંગ, ઉપયોગી બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગથી ટૂંકા સમયમાં ટીમમાં મહત્વનું સ્થાન મેળવી લીધું હતું. તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 2018માં તેની ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

2018થી 2021 સુધીની ચાર સીઝનમાં હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી દર વર્ષે ₹11 કરોડ મળ્યા હતા. આ ચાર વર્ષમાં તેણે કુલ ₹44 કરોડની કમાણી કરી હતી. આ સમયગાળા દરમિયાન તેણે મુંબઈની સફળતામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે 2015, 2017, 2019 અને 2020માં IPL ટાઇટલ જીત્યાં હતાં.આ રીતે માત્ર ત્રણ સીઝનમાં ₹10 લાખની ફી મેળવનાર હાર્દિક થોડાં જ વર્ષોમાં ₹11 કરોડની ફી મેળવનારો મોટો ખેલાડી બની ગયો હતો.

ગુજરાત ટાઈટન્સમાં કેપ્ટન બન્યો, ત્યારબાદ મુંબઈમાં થઈ વાપસી

IPL 2022 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ તે નવી ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો હતો. ગુજરાતે તેને ટીમની કેપ્ટનશિપ સોંપી હતી અને આ નિર્ણય ટીમ માટે સફળ સાબિત થયો હતો.2022માં ગુજરાત ટાઈટન્સે પોતાની પ્રથમ જ સીઝનમાં IPLનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. હાર્દિકના નેતૃત્વમાં ટીમે 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલ સુધી પહોંચીને રનર-અપ રહી હતી. ગુજરાત ટાઈટન્સમાં રમેલી બંને સીઝન દરમિયાન હાર્દિકને પ્રતિ વર્ષ ₹15 કરોડની ફી મળી હતી. એટલે કે આ બે વર્ષમાં તેણે કુલ ₹30 કરોડ મેળવ્યા હતા.

ત્યારબાદ 2024માં હાર્દિક ફરી મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. આ વખતે તેને રોહિત શર્માની જગ્યાએ ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જોકે, કેપ્ટન તરીકેની તેની શરૂઆતની સીઝન ટીમ માટે નિરાશાજનક રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લાં સ્થાને રહી હતી.2024ની સીઝનમાં હાર્દિકને ₹15 કરોડ મળ્યા હતા, જ્યારે 2025 અને 2026ની સીઝનમાં તેની ફી વધીને પ્રતિ વર્ષ ₹16.35 કરોડ થઈ હતી. આ રીતે મુંબઈમાં તેની બીજી વખતની વાપસી દરમિયાન પણ તેની કમાણીમાં વધારો થયો હતો.

- Advertisement -

IPL 2027માં પંજાબ કિંગ્સ આપશે ₹18 કરોડ, જાણો હાર્દિકની સંપૂર્ણ ફી

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થયેલી ટ્રેડમાં હાર્દિક પંડ્યા પંજાબની ટીમમાં જોડાયો છે, જ્યારે અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો છે. પંજાબ કિંગ્સે હાર્દિકને આગામી સીઝન માટે ₹18 કરોડની ફી આપવાનું નક્કી કર્યું છે. અગાઉ મુંબઈમાં તેને ₹16.35 કરોડ મળતા હતા.

pandiya0.jpg

હાર્દિકની અત્યાર સુધીની સીઝન પ્રમાણેની IPL ફી નીચે મુજબ છે:

વર્ષટીમફી
2015મુંબઈ ઈન્ડિયન્સ₹10 લાખ
2016મુંબઈ ઈન્ડિયન્સ₹10 લાખ
2017મુંબઈ ઈન્ડિયન્સ₹10 લાખ
2018મુંબઈ ઈન્ડિયન્સ₹11 કરોડ
2019મુંબઈ ઈન્ડિયન્સ₹11 કરોડ
2020મુંબઈ ઈન્ડિયન્સ₹11 કરોડ
2021મુંબઈ ઈન્ડિયન્સ₹11 કરોડ
2022ગુજરાત ટાઈટન્સ₹15 કરોડ
2023ગુજરાત ટાઈટન્સ₹15 કરોડ
2024મુંબઈ ઈન્ડિયન્સ₹15 કરોડ
2025મુંબઈ ઈન્ડિયન્સ₹16.35 કરોડ
2026મુંબઈ ઈન્ડિયન્સ₹16.35 કરોડ

આ આંકડા મુજબ 2026 સુધી હાર્દિકની IPL ફીમાંથી કુલ કમાણી અંદાજે ₹122 કરોડ થાય છે. IPL 2027માં મળનારા ₹18 કરોડ ઉમેરવામાં આવે તો તેની કુલ સીઝનલ ફી આધારિત કમાણી અંદાજે ₹140 કરોડ સુધી પહોંચી શકે છે.

Share This Article