Heal First Hospital Valsad આરોગ્ય સેવામાં મહત્વપૂર્ણ સિદ્ધિ : વલસાડની હિલ ફર્સ્ટ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને NABH માન્યતા પ્રાપ્ત

2 Min Read
Heal First Multispeciality Hospital Earns NABH Accreditation in Its First Year1.jpg

Heal first Hospital Valsad  હિલ ફર્સ્ટ હોસ્પિટલએ ટૂંકા ગાળામાં જે સતત પ્રયત્નો કર્યા અને આરોગ્ય સેવાઓમાં જે પ્રતિબદ્ધતા બતાવી છે, તેના પરિણામે વલસાડ જિલ્લાની એ પહેલી આવી ખાનગી હોસ્પિટલ બની છે જેને શરૂઆતના એક જ વર્ષમાં NABH પ્રમાણપત્ર મળ્યું છે. આ સિદ્ધિથી સંસ્થાની તબીબી સેવાઓમાં પારદર્શકતા, સુરક્ષા, અને દર્દી કેન્દ્રિત સેવાનો વ્યાપક અભિગમ સાબિત થાય છે. વલસાડના નેશનલ હાઇવે બ્રિજ પાસે, સુગર ફેકટરીની બાજુમા આવેલી છે જે ગુણવત્તાયુક્ત સારવાર અને સુરક્ષિત સેવા પ્રદાન કરી રહી છે.

વલસાડ શહેરની જાણીતી હિલ ફર્સ્ટ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ હોસ્પિટલ વલસાડના નેશનલ હાઇવે બ્રિજ પાસે, પારનેરા પારડી, સુગર ફેકટરીની બાજુમા આવેલી છે જે ગુણવત્તાયુક્ત સારવાર અને સુરક્ષિત સેવા પ્રદાન કરી રહી છે. આ હોસ્પિટલને હવે NABH ( નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ ) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. NABH એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત સંસ્થા છે. જે હોસ્પિટલના વિવિધ પાસાઓ તપાસી તેને પ્રમાણપત્ર આપે છે. આ પ્રમાણપત્ર ધરાવતી હોસ્પિટલ દર્દીઓ માટે સૌથી વિશ્વાસપાત્ર હોય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજના યુગમાં આરોગ્ય સેવાના સ્તરને વધુ સુધારવા માટે વિવિધ ધોરણો અને પ્રમાણપત્ર પધ્ધતિઓ વિકસાવવામાં આવી છે. આવી જ અગ્રણી સંસ્થા છે NABH ( National Accreditation Board for Hospitals and Health Providers ). NABH એ ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ( CII ) અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( QCI ) સાથે સંકળાયેલી છે. NABH માન્યતા માત્ર એક પ્રમાણપત્ર નથી પણ તે હોસ્પિટલમાં વ્યાવસાયિકતા, જવાબદારી અને દર્દી પ્રતિ પ્રતિબધ્ધતાનું પ્રતિબિંબ છે. NABH પ્રમાણપત્ર ધરાવતી હોસ્પિટલ પર દર્દીઓ અને તેમના પરિવારજનોને વિશ્વાસ વધુ હોય છે. હોસ્પિટલ તરફથી જણાવ્યા અનુસાર દર્દીઓની સુરક્ષા એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. એટલુ જ નહીં ગુણવત્તાવાળી સારવાર આપવી અમારી જવાબદારી છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે મળેલા NABH પ્રમાણપત્રને તેમની ટીમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને ઉચ્ચ માવજતનું પરિણામ છે.આ હોસ્પિટલ હવે વધુ વિશ્વસનીય અને સ્ટાન્ડર્ડ આધારિત સેવાઓ માટે પ્રતિબધ્ધ છે, જે સ્થાનિક નાગરિકો માટે આરોગ્ય સેવા ક્ષેત્રે નવી આશાનું કિરણ સાબિત થશે.

Healfirst Hospital Valsad.jpeg

Healfirst Pamphlet B.png

Share This Article