બદલાતી ઋતમાં સુકી ઉધરસની સમસ્યા થવી સામાન્ય છે. જો કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ખાણી-પીણીમાં થોડીક લાપરવાહી થઇ અથવા શરદી-ગરમીની અસર થઇ તો ઉધરસ તમને શિકાર બનાવી લેશે. આજે અમે તમને સુકી ઉધરસ મટાડવા માટેના કેટલાંક ઘરેલુ નુસ્ખ જણાવીશુ, જે તમારી ઉદરસી મટાવી આપશે આરામ…
શું હોય છે સુકી ઉધરસ?
સુકી ઉધરસ દરમિયાન ગળામાંથી કફ નીકળતો નથી. પરંતુ તીવ્ર ધ્રુસ્કાની સાથે ઉધરસ શરૂ થઇ જાય છે અને ગળું સુકાયુ હોય તેવા અનુભવને કારણે બહુ જ બળતરા અને બેચેની જેવુ થવા લાગે છે.
આ ઉપાયોથી સુકી ઉધરસમાં મળથે તાત્કાલિક રાહત
જ્યારે પણ તમને સુકી ઉધરસ પરેશાન કરે તો તમે તરત જ બે ચમચી મધમાં અડધી ચમચી મુલેઠીનું ચુરણ મિક્સ કરીને ધીમે ધીમે ચાટવું. તમને તાત્કાલિક રાહત મળશે.
સુકી ઉધરસની સમસ્યા બહુ વધી જાય તો તમારે દિવસમાં ત્રણ વખત મધ અને મુલેઠીનું સેવન કરવું જોઇએ. પરંતુ તેની પહેલા કંઇક ખાઇ લેવુ. એટલે કે આનુ સેવસ ભોજન કર્યા બાદ કરો સારુ રહેશે. ખાલી પેટ મુલેઠીનું સેવન કરવાથી કેટલાંક લોકોને મુસ્કેલી થવા લાગે છે.
હળદર અને આદું વાળુ દૂધ
એક ગ્લાસ દૂધ ગરમ કરો. જ્યારે દૂધ સારી રીતે ગરમ થઇ જાય તો તેમાં આદુંને પીસીને નાંખો અને ત્યારબાદ ગોળને દૂધમાં મિક્સ કરી લો. ગોળ ઓગળી ગયા બાદ તેમાં હળદર પાઉડર ઉમેરો અને દૂધને ગાળી લઇને તાત્કાલિક ધીમે ધીમે પીવું. આ દૂધ તમને તમારી સુકી ઉધરસમાં બહુ જ રાહત આપશે.
દૂધ અને મુલેઠીનો આ ઉપાય પણ અપનાવો
સુકી ઉધરસથી મુક્તિ મેળવવા માટે તમે મધની સાથે મુલેઠી લીધા બાદ હળદર અથવા આદુંવાળુ દૂધનું સેવન કર્યા બાદ તમે તમારા ગળા અને છાતીના ભાગમાં બામ લગાવીને 20થી 30 મીનીટ સુધી એક ચાદર ઓઢીને સુઇ જાવ. તેનાથી તમને સુકી ઉધરસના કારણ છાતીમાં થતા દુખાવામાં રાહત મળશે.