અમદાવાદઃ દરેક માતા પોતાના બાળકો માટે હેલ્ધી રેસિપી શોધ છે. જો તમે પણ આવી રેસિપી શોધ રહ્યા છો જે પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે -સાથે બાળકોને એનર્જી પણ આપે તો આની વિશે આજે અમે તમને જણાવીશુ. અહીંય અમે તમને એક એવી રેસિપી વીશે જણાવીશું જે બાળકોના મગજને તેજ કરવાની સાથે-સાથે તેમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખશે.
હેલ્ધી અને એનર્જી ડ્રિંક બનાવવાની રીતે ( ચાર વ્યક્તિઓ માટે)
સામગ્રીઓ
- એક ચમચી મગજતરીના બીયાં
- અખરોટ- 6 નંગ
- બદામ – 6 નંગ
- કાળા મરી – 3થી 4 દાણા
- એક નાની એલચી
- એક ચમચી વરિયાળી
- એક ચમચી ખસખસ
- એક કપના ચોથા ભાગ જેટલુ દૂધ
હેલ્ધી ડ્રિંક બનાવવાની રીતઃ-
- સૌપ્રથમ એક મોટા વાસણમાં મગજતરીના બિયાં ઉમેરો
- ત્યારબાદ તેમાં અખરોટ, બદામ, કાળા મરી અને એલચી ઉમેરો
- એલચી ઉમેરાયા બાદ હવે તેમાં વરિયાળી ઉમેરો
- એક એક નાની વાટકીમાં ખસખસના દાણા ઉમેરો
- હવે આ બંને વાસણમાં પાણી ઉમેરીને તમામ વસ્તુઓને ઢાંકીને આખી રાત પલળવા દો
- સવારમાં આ પાણીમાં પલાળેલા સુકા મેવામાંથી બદામ કાઢીને તેની છાલ ઉતારી લો
- બદામ સહીત તમામ સુકા મેવાને મિક્સરમાં પીસી લો
- બીજા વાસણમાં પલાળેલા ખસખસને પણ ગાળીને મિક્સમાં પીસી લો
- ડ્રાઇ ફ્રૂટ્સના આ મિશ્રણમાં સાધારણ પાણી ઉમેરીને મિક્સરમાં તેની પેસ્ટ તૈયાર કરો
- હવે એક ગ્લાસમાં એક ચમચી આ પેસ્ટ ઉમેરો
- ત્યારબાદ હવે આ ગ્લાસમાં દૂધ નાંખો અને પીવો
- તેમ ઠંડુ અથવા ગરમ તમારી મરજી મુજબનું દૂધ લઇ શકો છો
- તમે આ દૂધમાં ખાંડ પણ ઉમેરી શકો છો