CDSCO: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન એટલે કે સીડીએસસીઓએ તેનો માસિક રિપોર્ટ જાહેર કર્યો.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ તાજેતરમાં કેટલીક દવાઓની યાદી જાહેર કરી છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે સારવાર માટે કરવામાં આવે છે, પરંતુ આ દવાઓ ગુણવત્તા તપાસમાં નિષ્ફળ ગઈ છે. આ દવાઓમાં લોકો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પેરાસિટામોલ, કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓનો સમાવેશ થાય છે.
ગુણવત્તા તપાસમાં નિષ્ફળ જાહેર કરાયેલી દવાઓ
CDSCOના અહેવાલ અનુસાર, નિષ્ફળ જાહેર કરાયેલી દવાઓમાં પેન્ટોસિડ ટેબ્લેટનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ એસિડ રિફ્લક્સની સારવાર માટે થાય છે. આ દવા સન ફાર્મા કંપની દ્વારા બનાવવામાં આવે છે. તે ઉપરાંત, કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ પણ ગુણવત્તા પરીક્ષણમાં પાસ થઈ નથી. હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતી શેલ્કલ અને પલ્મોસિલ ઇન્જેક્શન પણ ગુણવત્તા તપાસમાં નિષ્ફળ ગઈ છે.
તે સિવાય, એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક ક્લાવમ 625 પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ થઈ છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ નકલી, ભેળસેળવાળી અને ખોટી બ્રાન્ડેડ દવાઓ, તબીબી ઉપકરણો, રસીઓ અને સૌંદર્ય પ્રસાધનોની યાદી જાહેર કરી છે. આમાં ઘણી એવી દવાઓનો સમાવેશ છે જેનો રોજિંદા સારવારમાં ઉપયોગ થાય છે.
આ યાદીમાં પુલ્મોસિલ (સિલ્ડેનાફિલ ઈન્જેક્શન), પેન્ટોસિડ (પેન્ટોપ્રાઝોલ ટેબ્લેટ્સ IP) અને ઉર્સોકોલ 300 (ઉર્સોડેક્સીકોલિક એસિડ ટેબ્લેટ્સ IP) સામેલ છે. ઉર્સોકોલ 300 નો ઉપયોગ પિત્તાશયની પથરી અને યકૃતના કેટલાક રોગોની સારવારમાં થાય છે, પણ આ દવા ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહી છે. આ દવા સન ફાર્મા દ્વારા બનાવવામાં આવે છે.
ઉપરાંત, ટેલમા એચ (ટેલમિસારટન 40 મિલિગ્રામ + હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ 12.5 મિલિગ્રામ) અને ડિફ્લાઝાકોર્ટ (ડેફાકોર્ટ 6) જેવી દવાઓ પણ પરીક્ષણમાં ગુણવત્તા દરજ્જા પર ઊતીર્ણ થવામાં નિષ્ફળ ગઈ છે.
48 દવાઓ અનફિટ જાહેર
માહિતી મુજબ, CDSCOએ 48 દવાઓની એક વિશેષ યાદી બહાર પાડી છે જે પ્રમાણભૂત ગુણવત્તા પર ઊતીર્ણ થવામાં નિષ્ફળ રહી છે. આ દવાઓનું ઉત્પાદન કરનારી કંપનીઓએ આ અંગે પોતાનું નિવેદન જારી કર્યું છે અને તપાસ હેઠળ આવી દવાઓના ઉપયોગ વિશે સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપ્યું છે.
આ દવાઓની ગુણવત્તા મુદ્દે કડક નિરીક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સંબંધિત કંપનીઓને યોગ્ય પગલાં લેવા માટે સૂચન આપવામાં આવ્યું છે.