Chinaમાં કોરોનાથી પણ ખતરનાક 20 થી વધુ નવા વાયરસોની શોધ, ફળો અને પાણી દ્વારા ફેલાવાનો સંભવ
China: વુહાન બાદ ફરી એકવાર ચીનમાં વૈજ્ઞાનિકોએ 20 કરતા વધુ ખતરનાક વાયરસ શોધ્યા છે, જેઓ માનવ અને પ્રાણીઓમાં ફેલાઈ શકે છે. કોવિડ-19 મહામારીના વિનાશથી વિશ્વ હજુ નિકળયું નથી કે ચીનના યુનાન પ્રાંતની ચામાચીડિયામાં નવા વાયરસ મળ્યા છે જે ભવિષ્યમાં નવા સંકટ ઉભા કરી શકે છે.
યુનાન પ્રાંતમાં 2017થી 2021 દરમિયાન ચામાચીડિયાના 142 કિડની સેમ્પલ્સમાં 22 નવા અને ખતરનાક વાયરસ શોધાયા છે, જેમાંથી કેટલાક હેન્ડ્રા અને નિપાહ જેવા ગંભીર જીવાણુઓ જેવા છે. આ વાયરસ ખાસ કરીને ચામાચીડિયાના પેશાબ દ્વારા ફળો અને પાણીમાં ફેલાઈ શકે છે, જેના કારણે આ વાયરસનો માનવ શરીર સુધી પહોંચવાનો અને મહામારી બનાવવાનો ખતરો ઉભો થાય છે.
વિશ્વભરમાં કોરોના વાયરસે જે તબાહી મચાવી છે, તેને ધ્યાનમાં રાખીને આ નવી શોધ વૈજ્ઞાનિકો અને આરોગ્ય સંસ્થાઓ માટે ચેતવણીરૂપ છે. આ વાયરસ ફેલાય તો શ્વસન તંત્ર અને મગજ પર ગંભીર અસર પાડી શકે છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ અને મગજમાં સોજો જેવી ગંભીર બીમારીઓની શક્યતા છે.
હાલ તો કોઈ નવી મહામારી પામી નથી, પરંતુ વૈજ્ઞાનિકો આ સંભાવનાઓ સામે સાવચેત છે અને સંશોધન ચાલુ રાખી રહ્યા છે. આખી દુનિયાએ કોરોના મહામારીમાંથી શીખ લઈ હવે હળવાશ ન કરતા વધુ સાવચેત રહેવાની જરૂર છે.