Health: પાચનથી લઈને ડાયાબિટીસ સુધી – શેકેલા ચણાના અદભૂત ફાયદા
Health શેકેલા ચણા માત્ર એક સામાન્ય નાસ્તો નથી, તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે લાભદાયક છે. જો તેનો યોગ્ય રીતે અને યોગ્ય સમયે સેવન કરવામાં આવે, તો તે અનેક ગંભીર રોગો સામે રક્ષણ આપી શકે છે. પોષણ તજજ્ઞો માને છે કે દરરોજ લગભગ 50 થી 60 ગ્રામ શેકેલા ચણાનું સેવન આરોગ્ય માટે ઉત્તમ છે. આપણે શેકેલા ચણાના મુખ્ય ફાયદા અને યોગ્ય સેવન પદ્ધતિ વિશે જાણશું.
1. કબજિયાતમાં રાહત આપે
શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સક્રિય રાખે છે. નિયમિત સેવન કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થાય છે અને પાચન સંબંધિત અન્ય તકલીફો પણ દૂર થાય છે.
2. વજન ઘટાડવામાં મદદરૂપ
શેકેલા ચણામાં ફાઇબર અને પ્રોટીન બંને હોય છે. આ તત્વો ભૂખને નિયંત્રિત કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જે ઓવરઇટિંગને રોકે છે. પરિણામે, વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે આ એક ઉત્તમ નાસ્તો છે.
3. એનિમિયા દૂર કરે છે
શરીરમાં લોહીની ઉણપ હોય તો શેકેલા ચણાનું સેવન લાભદાયક સાબિત થાય છે. તેમાં રહેલું આયર્ન હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદ કરે છે, જે એનિમિયાની સમસ્યા દૂર કરે છે.
4. રોગપ્રતિકારક શક્તિમાં વધારો
ચણામાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ખાસ કરીને ઠંડા સમયમાં શેકેલા ચણાનું નિયમિત સેવન શરીરને વિવિધ ચેપોથી બચાવે છે.
5. ડાયાબિટીસ માટે ફાયદાકારક
શેકેલા ચણા બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. તેમાં હાજર ઘટકો ગ્લુકોઝ શોષી લે છે અને શરીરમાં શુગરનું પ્રમાણ મર્યાદામાં રાખે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તેનું સેવન ખૂબ જ લાભદાયક છે.
6. સેવન કરવાનો યોગ્ય સમય
જ્યારે પણ ભુખ લાગે ત્યારે શેકેલા ચણા ખાઈ શકાય છે, પણ સવારે ખાલી પેટે તેનો સેવન વધુ લાભદાયક માનવામાં આવે છે. તે પાચન ક્રિયા શરૂ કરવામાં સહાય કરે છે અને ઊર્જા આપે છે.
શેકેલા ચણા એક સરળ, કિફાયતી અને પૌષ્ટિક ફૂડ છે જે નિયમિત રીતે ખાવાથી અનેક રોગોથી બચી શકાય છે. પરંતુ હંમેશા ધ્યાન રાખો કે તે માત્ર મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ. વધુ માત્રામાં સેવન પાચન તંત્ર પર ભાર નાખી શકે છે.