Monsoon Health Tips: ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટે અપનાવો આ 5 સરળ ઘરેલું ઉપાયો, ત્વચા રહેશે સ્વચ્છ અને ચેપ મુક્ત
Monsoon Health Tips: ચોમાસાની ઋતુ સાથે ઠંડક અને તાજગી તો આવે છે, પણ સાથે જ ભેજ અને ભીનાશથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ વધી જાય છે. ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન – જે અવારનવાર શરીરના ભિન્ન ભાગોમાં થતા ચેપ માટે જવાબદાર હોય છે. ત્વચા પર લાલાશ, ખંજવાળ અને ચામડી છાલા પડે એવી પરિસ્થિતિ બની શકે છે. આવી સ્થિતિમાં દવાઓ ઉપરાંત કેટલાક ઘરેલું ઉપાયો પણ ખુબ અસરકારક સાબિત થઈ શકે છે.
ચાલો જાણીએ એવા 5 સરળ ઉપાયો, જે ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શનથી રક્ષણ આપી શકે છે:
1. લીમડાનું પાણી – કુદરતી એન્ટિસેપ્ટિક
લીમડાના પાનમાં રહેલા એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ ચેપ સામે રક્ષણ આપે છે. લીમડાના પાનને ઉકાળીને તેનું પાણી સ્નાનમાં ઉમેરો. આ પગલું નિયમિત અપનાવવાથી ત્વચાની ચેપની શક્યતા ઘટે છે.
2. દહીં અને પ્રોબાયોટિક્સ – આંતરિક રક્ષણ
દહીં તથા છાશ જેવી પ્રોબાયોટિક્સ ત્વચાને અંદરથી મજબૂત બનાવે છે. તેમાં રહેલા સારા બેક્ટેરિયા ચેપથી લડવામાં મદદ કરે છે. ધ્યાને રાખો કે વધારે ઠંડું દહીં ન લો, તેનાથી અન્ય તકલીફો થઈ શકે છે.
3. સરકો (વિનેગર) – ચેપ સામે તત્કાલ સહાય
સાદો સફેદ વિનેગર ચેપગ્રસ્ત જગ્યાએ લાગૂ કરો. કપાસમાં વિનેગર લેપ કરીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવાથી ચેપ ઘટે છે. વિનેગર ત્વચાનું pH સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે.
4. લીંબુ અને મધની પેસ્ટ – ડ્યુઅલ પ્રોટેક્શન
લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ અને મધમાં રહેલા એન્ટીસેપ્ટિક ગુણ બેક્ટેરિયા સામે અસરકારક છે. બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવી, ચેપગ્રસ્ત જગ્યા પર લગાવો. નિયમિત ઉપયોગથી ચેપ ઘટી શકે છે.
5. હંમેશા સૂકા કપડાં પહેરો
ભીના કપડાં ફંગલ ઇન્ફેક્શનનું મુખ્ય કારણ બને છે. ચોમાસામાં કાપડ સુકાવવા વધુ સમય લાગે છે, તેથી ક્યારે પણ ભીના કપડાં ન પહેરો. ભીંજાઈ જાઓ તો તાત્કાલિક કપડા બદલો અને શરીર સ્વચ્છ રાખો.
અંતમાં કેટલીક સલાહઃ
- ભીંજાયેલા બાદ શરીરને શુદ્ધ પાણીથી ધોવું
- ડ્રાય અન્ડરગાર્મેન્ટ પહેરવા
- ત્વચાને હવા લાગી શકે એવી જગ્યા પર વધુ ધ્યાન આપવું
- ચેપ જો વધે તો તાત્કાલિક ત્વચારોગ નિષ્ણાતનો સંપર્ક કરવો