Summer Health Alert: ઉનાળામાં બાળકો માટે વધુ જોખમરૂપ છે આ 3 બીમારીઓ – હવેથી રહો સાવધાન!
Summer Health Alert: જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ બાળકોની તબિયત પર તેની અસર પણ વધતી જાય છે.તીવ્ર સૂર્યપ્રકાશ, ગરમી, પ્રદૂષિત પાણી અને ગંદકી – આ બધા બાળકોને બીમાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ખાસ કરીને ત્રણ સામાન્ય પણ ગંભીર બીમારીઓ છે જે ઉનાળામાં બાળકોને સૌથી વધુ મુશ્કેલી પહોંચાડે છે.
ચાલો જાણીએ આ બીમારીઓ અને તેના સહેલાં બચાવના ઉપાયો વિશે:
1.હીટ સ્ટ્રોક (Heat Stroke)
જ્યારે બાળક લાંબા સમય સુધી કતીવ્ર સૂર્યપ્રકાશમાં રેહે છે અથવા રમે છે, ત્યારે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે, જેના કારણે લૂ લાગી શકે છે.
લક્ષણો:
- માથામાં દુખાવો, ચક્કર
- થાક, ઊલ્ટી
- બેહોશી અથવા ઊંચો તાપમાન
બચાવના ઉપાય:
- સવારે 10થી સાંજે 4 વચ્ચે બાળકોને બહાર ન જવા દો
- હળવા, સુતી કપડા પહેરાવો અને ટોપી કે છત્રીએ માથું ઢાંકો
- લીંબૂ પાણી, નારિયેળ પાણી કે ગ્લૂકોઝ જેવા દ્રાવકો પીવડાવો
2. ડાયેરિયા અને પેટના ઇન્ફેક્શન
ઉનાળામાં ખોરાક ઝડપથી બગડી જાય છે. ખુલ્લામાં મળતી આઈસ્ક્રીમ, પાણીપુરી કે ગંદુ પાણી પેટના ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
લક્ષણો:
- પાણી જેવા ઝાડા, પેટમાં દુખાવો
- ઊલ્ટી, કમજોરી
- તાવ
બચાવના ઉપાય:
- બાળકોને ઘરનું તાજું અને સ્વચ્છ ભોજન આપો
- ખુલ્લું પાણી કે બરફમાંથી બનેલી વસ્તુઓથી બચાવો
- ખાવાની પહેલાં અને બાથરૂમ બાદ હાથ ધોવાની ટેવ પાડો
3. ટાઇફોઇડ (Typhoid)
ટાઇફોઇડ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જે દુષિત પાણી અને બાસી ખોરાકથી થાય છે.
લક્ષણો:
- સતત 3થી વધુ દિવસ ઊંચો તાવ
- માથા અને પેટમાં દુખાવો
- થાક, ઉલટી
બચાવના ઉપાય:
- બાળકોને વધુમાં વધુ હાઈડ્રેટેડ રાખો
- બાસી ખોરાક કે બહારનું દૂષિત ભોજન નહીં આપો
- ઘરના સ્વચ્છતા પર ધ્યાન આપો
- તાત્કાલિક લક્ષણો દેખાય તો ડૉક્ટરને દેખાડો
પેરેન્ટ્સ માટે ખાસ ટીપ્સ:
- તીવ્ર સૂર્યપ્રકાશમાં બહાર રહેવાનું ટાળો અથવા મર્યાદિત કરો.
- સ્કિન રેશથી બચવા કૂલિંગ પાઉડર અથવા લોશન લગાવો
- બહારથી ઘેર આવ્યાં બાદ તરત હાથ-પગ ધોવડાવો
- ઇમ્યુનિટી વધારવા માટે ફળો જેમ કે તરબૂચ, પપૈયા, મોસમી આપો