ઓફિસ માટે બનાવો મખાનાના હેલ્ધી અને ટેસ્ટી સ્નેક્સ, આસાન રેસીપી
જો તમે ઓફિસમાં સ્નેક્સ ટાઈમ દરમિયાન બિસ્કિટ કે નમકીનથી કંટાળી ગયા છો, તો મખાના એક ઉત્તમ અને આરોગ્યપ્રદ વિકલ્પ છે. મોટાભાગના લોકો મખાનાને માત્ર શેકીને મીઠું નાખીને ખાય છે, પરંતુ તમે તેનાથી અનેક સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્નેક્સ પણ બનાવી શકો છો.
મખાના સ્વાસ્થ્ય માટે એક સુપરફૂડથી ઓછું નથી. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે, પાચન સુધારે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ ઓફિસ લઈ જવા માટે મખાના સ્નેક્સની કેટલીક રેસીપી.
1. મખાના નમકીન
- એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો.
- તેમાં લીલા મરચા, કડી પત્તા, કોર્ન ફ્લેક્સ, બદામ, કાજુ અને મખાના નાખીને શેકો.
- હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને થોડી પીસેલી ખાંડ ઉમેરીને મિક્સ કરો.
- ક્રિસ્પી અને સ્વાદિષ્ટ મખાના નમકીન તૈયાર છે, જેને તમે સરળતાથી પેક કરીને ઓફિસ લઈ જઈ શકો છો.
2. મેક્સિકન મખાના
- એક પેનમાં 1 ચમચી ઓલિવ ઓઈલ ગરમ કરો અને 2 કપ મખાના નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
- હવે તેમાં ટેકો મસાલા, લાલ મરચું પાઉડર, મીઠું અને થોડું ટેકો સોસ નાખીને મિક્સ કરો.
- ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટા, શેકેલા મકાઈના દાણા, જલેપીનો અને લીંબુનો રસ ઉમેરો.
- આ મેક્સિકન મખાના ઓફિસ સ્નેક્સ માટે એકદમ પરફેક્ટ છે.
View this post on Instagram
3. પાણીપુરી મખાના
- એક પેનમાં માખણ નાખીને તેમાં મખાના શેકી લો.
- પછી ફરીથી માખણ નાખીને ફુદીનાનો પાઉડર અને પાણીપુરી મસાલો ઉમેરો.
- સારી રીતે મિક્સ કર્યા પછી સ્વાદિષ્ટ પાણીપુરી મખાના તૈયાર છે.
View this post on Instagram
4. મસાલેદાર રોસ્ટેડ મખાના
- એક પેનમાં ઘી ગરમ કરો.
- તેમાં મીઠું, હળદર, ચાટ મસાલો અને કાળા મરીનો પાઉડર ઉમેરો.
- હવે તેમાં મખાના નાખીને ધીમી આંચ પર સારી રીતે શેકી લો.
આ મસાલેદાર મખાના ક્રિસ્પી અને હેલ્ધી સ્નેક છે, જેને તમે સરળતાથી ઓફિસ લઈ જઈ શકો છો.