હોકી ઇન્ડિયાએ કરી જાહેરાત, ૨૯ ઓગસ્ટથી બિહારમાં શરૂ થશે મહાકુંભ
ભારતીય હોકી ચાહકો માટે સારા સમાચાર છે! હોકી ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે મેન્સ હોકી એશિયા કપ 2025ની બધી મેચો માટેની ટિકિટ બિલકુલ મફત રહેશે. આ ટુર્નામેન્ટ બિહારના રાજગીર ખાતે ૨૯ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ચાહકો હવે નવા બનેલા રાજગીર હોકી સ્ટેડિયમમાં જઈને પોતાની મનપસંદ ટીમને ઉત્સાહિત કરી શકશે, અને તે પણ કોઈપણ ખર્ચ વિના.
હોકી ઇન્ડિયાએ આ જાહેરાત એક નિવેદનમાં કરી, જેમાં જણાવ્યું કે, “હીરો મેન્સ એશિયા કપ રાજગીર, બિહાર 2025 ની બધી મેચોમાં પ્રવેશ મફત રહેશે.” આ ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે અને બિહારના ઇતિહાસમાં હોકીનો ભવ્ય ઉત્સવ બનવા માટે તૈયાર છે.
મફત ટિકિટ કેવી રીતે બુક કરવી?
ચાહકો માટે ટિકિટ બુક કરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. તમે www.ticketgenie.in વેબસાઈટ અથવા હોકી ઇન્ડિયાની એપ પર જઈને મફતમાં ટિકિટ બુક કરાવી શકો છો. પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમને વર્ચ્યુઅલ ટિકિટ મળશે, જે તમને સ્ટેડિયમમાં સરળતાથી પ્રવેશ કરવામાં મદદ કરશે.
𝙄𝙉𝘿𝙄𝘼, 𝘼𝙍𝙀 𝙔𝙊𝙐 𝙍𝙀𝘼𝘿𝙔!!! 🤩
The Hero Asia Cup, Rajgir, Bihar 2025 is almost here — and your seat is waiting! 🙌
RSVP now and secure your complimentary entry to witness the best in Asia in action. 🏑✨
📲 Download the Hockey India App & book your tickets… pic.twitter.com/Ydnoi8zjQj
— Hockey India (@TheHockeyIndia) August 26, 2025
ભારતનું શેડ્યૂલ અને પૂલ
હોકી એશિયા કપ 2025 માં ભારતીય ટીમ પૂલ ‘એ’ માં છે. આ પૂલમાં ભારતની સાથે ચીન, જાપાન અને કઝાકિસ્તાન છે. પૂલ ‘બી’ માં ચાઈનીઝ તાઈપેઈ, મલેશિયા, દક્ષિણ કોરિયા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, જેના સ્થાને બાંગ્લાદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Hon’ble Union Minister of Youth Affairs & Sports, Dr. Mansukh Mandaviya, warmly welcomed the Hero Asia Cup, Rajgir, Bihar 2025 Trophy Gaurav Yatra in New Delhi.
Accompanied by Secretary Sports, GOI, Hari Ranjan Rao (IAS), the ceremony marked a proud moment as the prestigious… pic.twitter.com/wCR60mVi5t
— Hockey India (@TheHockeyIndia) August 25, 2025
ભારતનો મેચનો કાર્યક્રમ નીચે મુજબ છે:
- ૨૯ ઓગસ્ટ: ભારત vs ચીન
- ૩૧ ઓગસ્ટ: ભારત vs જાપાન
- ૧ સપ્ટેમ્બર: ભારત vs કઝાકિસ્તાન
તાજેતરમાં જ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં આ ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. આ 12મી એશિયા કપ ટૂર્નામેન્ટ છે અને ભારતીય ટીમને પોતાના ઘરઆંગણે ચાહકોનો મજબૂત સપોર્ટ મળવાની આશા છે.