લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: શું છે નિયમો અને પ્રક્રિયા?
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે આ માટે મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને નોટિસ સોંપી દીધી છે. આ પગલા પાછળનું મુખ્ય કારણ ગૃહમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર બોલતા અટકાવવા, કેટલાક સાંસદોને સસ્પેન્ડ કરવા અને વિપક્ષની મહિલા સાંસદો પર આરોપ લગાવવાને ગણાવવામાં આવ્યું છે.
સ્પીકરને હટાવવાની બંધારણીય પ્રક્રિયા
ભારતીય બંધારણના અનુચ્છેદ 94-C હેઠળ લોકસભા સ્પીકરને પદ પરથી હટાવવાની જોગવાઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત:
- અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાણકારી ઓછામાં ઓછા 14 દિવસ પહેલા આપવી પડે છે.
- પ્રસ્તાવ પર કાર્યવાહી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેના પર ઓછામાં ઓછા 50 સાંસદોના હસ્તાક્ષર હોય.
- નોટિસ સ્વીકાર્યા પછી 10 દિવસની અંદર ચર્ચા કરાવવી અનિવાર્ય છે.
- ચર્ચા પછી અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન (વોટિંગ) કરવામાં આવે છે.
સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવા માટે માત્ર બહુમતી આવશ્યક છે; બંધારણીય સુધારા જેવી 2/3 બહુમતીની જરૂર પડતી નથી. ખાસ વાત એ છે કે જે દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, તે દિવસે ગૃહનું અધ્યક્ષપદ ડેપ્યુટી સ્પીકર સંભાળશે, કારણ કે સ્પીકર પોતે આ પ્રક્રિયામાં (અધ્યક્ષ તરીકે) ભાગ લઈ શકતા નથી. જો પ્રસ્તાવ પસાર થઈ જાય તો સ્પીકરે તરત જ પદ છોડવું પડે છે, જોકે તેઓ સાંસદ તરીકે ચાલુ રહેશે. ત્યારબાદ નવા સ્પીકરની નિમણૂકની પ્રક્રિયા શરૂ થાય છે.
ઇતિહાસમાં અત્યાર સુધીના ત્રણ પ્રયાસો
આઝાદી પછી અત્યાર સુધીમાં લોકસભા સ્પીકર વિરુદ્ધ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે:
- 18 ડિસેમ્બર 1954: તત્કાલીન સ્પીકર જી.વી. માવલંકર વિરુદ્ધ, જે ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યો હતો.
- 24 નવેમ્બર 1966: તત્કાલીન સ્પીકર હુકમ સિંહ વિરુદ્ધ, 50 સાંસદોનું સમર્થન ન મળવાને કારણે ફગાવી દેવામાં આવ્યો હતો.
- 15 એપ્રિલ 1987: તત્કાલીન સ્પીકર બલરામ જાખડ વિરુદ્ધ, જે ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યો હતો.
Honestly, it’s very sad that we go to the House (Lok Sabha) and just come out.
The Leader of the Opposition isn’t allowed to speak even for one minute. It’s ridiculous. This isn’t democracy.
What are we coming here for?
They should allow him to speak. He is the Leader of the… pic.twitter.com/HBdjZCMv5j
— Congress (@INCIndia) February 9, 2026
આ પગલું કેમ લેવામાં આવ્યું?
વિપક્ષનો દાવો છે કે સ્પીકરે ગૃહની કાર્યવાહીમાં પક્ષપાત કર્યો છે અને વિપક્ષી સાંસદોનો અવાજ દબાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે આ પગલું લોકતાંત્રિક પ્રક્રિયા હેઠળ ન્યાયસંગત છે અને ગૃહમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે.
નિષ્ણાતોનું માનવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ હેઠળ સંસદમાં ચર્ચા અને મતદાનની પ્રક્રિયા લોકશાહીની મજબૂતી દર્શાવે છે. જોકે, ઇતિહાસમાં જોવાયેલા ત્રણેય પ્રસ્તાવો ફગાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ પગલાને રાજકીય સ્તરે એક મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવી રહ્યો છે.
