શું તમે પણ ઘરે BP માપવામાં ભૂલ કરો છો? જાણો ડૉક્ટરે જણાવેલી બ્લડ પ્રેશર ચેક કરવાની સાચી રીત

4 Min Read

ઘરે બ્લડ પ્રેશર માપવાની સાચી રીત: ડોક્ટરે બતાવી સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ અને મહત્વની ટિપ્સ

ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે ઘરે મશીનમાં બીપી અલગ આવે છે અને ડોક્ટર પાસે જઈએ ત્યારે અલગ આવે છે. આ તફાવત પાછળ મશીન નહીં, પણ માપવાની પદ્ધતિ જવાબદાર હોય છે. બ્લડ પ્રેશર એ એક એવી વસ્તુ છે જે તમારી માનસિક સ્થિતિ, બેસવાની રીત અને ખાવા-પીવાની આદતો સાથે તરત જ બદલાઈ જાય છે. તેથી, સચોટ રીડિંગ મેળવવા માટે ડોક્ટરે બતાવેલા આ સ્ટેપ્સને અનુસરવા ખૂબ જરૂરી છે.

બીપી ચેક કરતા પહેલાની તૈયારી (Pre-Check Preparation)

બ્લડ પ્રેશર માપવાનું શરૂ કરો તેના 30 મિનિટ પહેલા કેટલીક સાવચેતી રાખવી અનિવાર્ય છે

- Advertisement -

bp.jpg

  • વ્યાયામ અને ધૂમ્રપાન: બીપી માપવાના અડધા કલાક પહેલા કોઈ પણ પ્રકારની કસરત ન કરો કે ધૂમ્રપાન ન કરો. નિકોટિન અને શારીરિક શ્રમ બીપીને તરત જ વધારી દે છે.
  • કેફીન અને આલ્કોહોલ: કોફી, ચા કે દારૂ પીધા પછી તરત જ બીપી ન માપવું જોઈએ, કારણ કે આ પદાર્થો હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે.
  • મૂત્રાશય ખાલી કરો: એક ખૂબ જ મહત્વની વાત જે ઘણા લોકો નથી જાણતા, તે એ છે કે જો તમારું પેશાબ ભરાયેલું હોય (Full Bladder), તો તેનાથી બ્લડ પ્રેશરનું રીડિંગ 10 થી 15 પોઈન્ટ વધારે આવી શકે છે. તેથી પહેલા વોશરૂમ જઈ આવવું.

માપતી વખતે બેસવાની સાચી રીત

ડોક્ટર જેરેમી લંડનના મતે, તમારી બેસવાની પદ્ધતિ રીડિંગમાં મોટો તફાવત લાવી શકે છે:

- Advertisement -
  1. શાંતિથી બેસો: એક આરામદાયક ખુરશી પર પીઠ ટેકવીને ટટ્ટાર બેસો. પગ પર પગ ચડાવીને (Cross-legged) ન બેસવું, કારણ કે તેનાથી રુધિરભિસરણ પર અસર પડે છે. તમારા બંને પગ જમીન પર સપાટ હોવા જોઈએ.
  2. વિશ્રામ: મશીન ચાલુ કરતા પહેલા 5 થી 10 મિનિટ સુધી સંપૂર્ણપણે શાંત બેસી રહો. આ દરમિયાન વાતો ન કરો કે મોબાઈલનો ઉપયોગ ન કરો.

કફ (Cuff) લગાવવાની યોગ્ય પદ્ધતિ

  1. સાચું મશીન પસંદ કરો: ડોક્ટરો હંમેશા કાંડા પર બાંધવાના મશીન કરતા બાજુ (Upper Arm) પર બાંધવાના મશીનની ભલામણ કરે છે, કારણ કે તે વધુ સચોટ હોય છે.
  2. સીધો સંપર્ક: કફ હંમેશા સીધો ચામડી પર હોવો જોઈએ. કપડાની ઉપર કફ બાંધવાથી રીડિંગ ખોટું આવી શકે છે.
  3. સ્થાન: કફને તમારી કોણીના વળાંકથી લગભગ 1 થી 2 આંગળી ઉપર બાંધો.
  4. ચુસ્તતા: કફ એટલો ટાઈટ હોવો જોઈએ કે તેની અંદર એક આંગળી આસાનીથી જઈ શકે. જો તે વધુ પડતો ઢીલો કે વધુ પડતો ટાઈટ હશે, તો મશીન ‘Error’ બતાવશે અથવા ખોટું રીડિંગ આપશે.

bp1.jpg

માપવાની પ્રક્રિયા અને હૃદયનું લેવલ

જ્યારે તમે બીપી માપો, ત્યારે તમારો હાથ ટેબલ પર એવી રીતે રાખો કે કફ તમારા હૃદયના લેવલ (Heart Level) પર રહે. હાથને હવામાં લટકતો ન રાખો. હથેળીને ઉપરની તરફ ખુલ્લી રાખો અને મુઠ્ઠી ન વાળો. હવે મશીનનું બટન દબાવો અને જ્યાં સુધી રીડિંગ ન આવે ત્યાં સુધી હલનચલન ન કરો.

દિવસમાં કેટલી વાર બીપી ચેક કરવું જોઈએ?

  1. સામાન્ય લોકો માટે: જો તમને હાઈ બીપીની સમસ્યા નથી, તો વર્ષમાં એક કે બે વાર રૂટિન ચેકઅપ પૂરતું છે.
  2. બીપીના દર્દીઓ માટે: જો તમે બીપીની દવા લેતા હોવ, તો ડોક્ટર દિવસમાં 2 વાર બીપી ચેક કરવાની સલાહ આપે છે — એકવાર સવારે (દવા લેતા પહેલા અને નાસ્તા પહેલા) અને બીજી વાર સાંજે.
  3. સરેરાશ રીડિંગ: સાચું પરિણામ જાણવા માટે સતત 7 થી 10 દિવસ સુધી રીડિંગ લો અને તેની સરેરાશ (Average) કાઢો. એક દિવસનું સહેજ વધારે રીડિંગ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી.
Share This Article