રવિવારનું રાશિફળ: આસો સુદ એકમ અને નવરાત્રી આરંભે જાણો તમારું દૈનિક ભવિષ્યફળ
આજથી વર્ષ 2026ની પવિત્ર શારદીય નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે. આજના દિવસે આસો સુદ એકમ અને રવિવારનો અદભુત સંયોગ સર્જાયો છે. માતા અંબાની આરાધનાના આ પાવન પર્વ પર ઘટસ્થાપન સાથે ચારેય બાજુ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે ઉત્સાહ, ઊર્જા અને નવી શરૂઆત લઈને આવ્યો છે. ચાલો વિગતવાર જાણીએ કે મેષથી લઈને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે.
મેષ રાશિ (Aries) મેષ રાશિ માટે, નવરાત્રિનો પહેલો દિવસ નવી શરૂઆત વિશે વિચારવાનો સમય બની શકે છે. જો તમે કંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો પરિવારની સલાહ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કામ કરતા લોકોએ સમયસર પોતાની જવાબદારીઓ પૂરી કરવી પડશે. ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો અને તમારા ખર્ચાઓ પર કાબૂ રાખો. ઘરમાં ધાર્મિક વાતાવરણ સર્જાવાથી મનને અદ્ભુત શાંતિ મળશે.

વૃષભ રાશિ (Taurus) વૃષભ રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેવાની સંભાવના છે. તમને તમારા પરિવાર સાથે નવરાત્રિની તૈયારીઓ કરવાની અથવા પૂજા-પાઠમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની તક મળશે. કોઈ નજીકના મિત્ર સાથે વાતચીત કરવાથી જૂની ગેરસમજો દૂર થઈ જશે. તમારા વ્યવસાયિક કાર્યો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો. બજારમાં ખરીદી કરતી વખતે બિનજરૂરી ખર્ચા ટાળીને માત્ર જરૂરી ચીજવસ્તુઓ જ ખરીદો.
મિથુન રાશિ (Gemini) મિથુન રાશિના લોકોએ પોતાના અભ્યાસ અને કાર્યક્ષેત્ર વચ્ચે સંતુલન જાળવવું પડશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે. નોકરી કરતા જાતકોએ સહકર્મીઓ સાથે મળીને કામ કરવું જોઈએ. જો તમને કોઈ નવો વ્યવસાયિક પ્રસ્તાવ મળે, તો ખૂબ જ કાળજીપૂર્વક વિચારીને આગળ વધો. પરિવારના સભ્યની સલાહ ફાયદાકારક રહેશે.
કર્ક રાશિ (Cancer) કર્ક રાશિના જાતકો માટે નવરાત્રિનો પહેલો દિવસ ઘર અને કામની જવાબદારીઓથી ભરેલો રહી શકે છે. તમારે પૂજાની તૈયારીઓ સાથે અન્ય અગત્યના કાર્યો પણ પાર પાડવા પડશે. કાર્યસ્થળ પર સખત મહેનત ચાલુ રાખો અને કોઈપણ કામમાં વિલંબ કરવાનું ટાળો. નાણાકીય બાબતો અંગે ખૂબ જ વિચારીને નિર્ણયો લો. ધીરજ રાખવાથી દરેક મુશ્કેલ પરિસ્થિતિ સરળ બનશે.
સિંહ રાશિ (Leo) સિંહ રાશિના જાતકોને આજે કંઈક નવું અને રચનાત્મક કરવાનો વિચાર આવી શકે છે. જૂના મિત્ર કે કોઈ પરિચિત સાથેની મુલાકાત કે વાતચીત અત્યંત લાભદાયી સાબિત થશે. નોકરીમાં રહેલા લોકોએ પોતાના કામમાં શિસ્ત અને નિષ્ઠા જાળવી રાખવી. વ્યવસાયમાં તાત્કાલિક નફો મેળવવાની લાલચમાં પડવા કરતાં ભવિષ્યના આયોજન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. પરિવાર સાથે દુર્ગા પૂજામાં જોડાવવાનો મોકો મળશે.
કન્યા રાશિ (Virgo) કન્યા રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ કાર્યોને આખરી ઓપ આપવાનો આ યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓએ પોતાની દૈનિક દિનચર્યાને વ્યવસ્થિત ગોઠવવી પડશે. કામના સ્થળે કોઈ અગત્યની જવાબદારી તમારી વ્યસ્તતામાં વધારો કરી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા કરવાના પ્રયાસો ફળદાયી રહેશે, પરંતુ ઉતાવળમાં ભૂલો કરવાનું ટાળવું. નાણાકીય નિર્ણયો લેતા પહેલા ગંભીરતાથી વિચારો.

તુલા રાશિ (Libra) તુલા રાશિ માટે નવરાત્રિનો પહેલો દિવસ સંબંધો અને પરિવારની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. જો તમે પહેલીવાર કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છો, તો પરિવાર સાથે વિતાવેલી ક્ષણો મનને ખુશી આપશે. વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું. નોકરી કે ધંધામાં તમારા વિચારો ખુલીને રજૂ કરવાની તક મળશે. જૂના મતભેદો વાતચીત દ્વારા ઉકેલાઈ શકે છે.
વૃશ્ચિક રાશિ (Scorpio) વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના આવશ્યક કાર્યોને પ્રાથમિકતા આપવી પડશે. કેટલાક કાર્યોમાં અપેક્ષા કરતા વધુ સમય લાગી શકે છે, તેથી હતાશ થવાને બદલે ધીરજથી કામ લો. કાર્યસ્થળ પર સહયોગની ભાવના રાખવી હિતાવહ છે. ધંધાકીય લોકો પોતાના જૂના હિસાબો અને દસ્તાવેજો વ્યવસ્થિત કરી શકે છે. પરિવારના કોઈ સભ્યને તમારી ખાસ મદદની જરૂર પડી શકે છે.
ધન રાશિ (Sagittarius) આજનો દિવસ ધનુ રાશિના લોકો માટે ભવિષ્યની નવી યોજનાઓ ઘડવાનો ઉત્તમ સમય છે. વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક અને કારકિર્દીના લક્ષ્યો પર પકડ મજબૂત રાખવી. નોકરીયાત વર્ગ પોતાની કુશળતા વધારવાના પ્રયાસો કરશે. તમે પરિવાર સાથે કોઈ મોટા ધાર્મિક આયોજનમાં હાજરી આપી શકો છો. ખર્ચ અને બચત વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને ચાલવું.
મકર રાશિ (Capricorn) મકર રાશિના જાતકોએ પારિવારિક જવાબદારીઓ અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવું પડશે. કોઈ મહત્વપૂર્ણ કામ સમયસરૂર પૂરું કરવા માટે વધારાનો સમય ફાળવવો પડી શકે છે. કામ પર સખત મહેનત અને નિયમિતતા રંગ લાવશે. વ્યાપારીઓને જૂના સંપર્કોનો સારો એવો લાભ મળી શકે છે. પરિવારમાં જો કોઈ મતભેદ ચાલી રહ્યો હોય તો ગુસ્સાને બદલે પ્રેમથી ઉકેલો.

કુંભ રાશિ (Aquarius) કુંભ રાશિ માટે આજનો દિવસ પરસ્પર સંવાદ અને સહયોગથી ભરપૂર રહેશે. કોઈ જૂના પરિચિત સાથે મુલાકાત થવાથી આનંદ થશે. જો કાર્યસ્થળ પર નવી જવાબદારી સોંપવામાં આવે, તો તેને પૂરી સમજદારી સાથે સ્વીકારો. પારિવારિક જીવનમાં સુમેળ જળવાઈ રહેશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી જરૂરી છે.
મીન રાશિ (Pisces) મીન રાશિના જાતકોએ નવરાત્રિના આ પહેલા દિવસે સંયમ અને ધીરજથી કામ લેવું પડશે. જો અભ્યાસ કે નોકરીમાં કોઈ અડચણ ઊભી થાય, તો ઘબરાઈ જવાને બદલે તેનો ઉકેલ લાવવાનો બીજો રસ્તો શોધો. પરિવારના વડીલોની સલાહ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પૂજા-પાથ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી માનસિક શાંતિની અનુભૂતિ થશે.
