૧ ઓગસ્ટથી ICICI બેંકના નિયમો બદલાયા: લઘુત્તમ બેલેન્સ ૫ ગણો વધ્યો
ખાનગી ક્ષેત્રની ICICI બેંકે તેના ગ્રાહકો માટે લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ (MAMB) ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. બેંકના જણાવ્યા અનુસાર, આ ફેરફાર 1 ઓગસ્ટ, 2025 ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલા નવા બચત ખાતાઓ માટે લાગુ થશે.
મેટ્રો અને શહેરી વિસ્તારોમાં 5 ગણો વધારો
મેટ્રો શહેરોમાં પહેલા MAMB ₹10,000 હતો, જે હવે સીધો વધારીને ₹50,000 કરવામાં આવ્યો છે.
એટલે કે, આ શહેરોના ગ્રાહકોએ હવે દર મહિને તેમના ખાતામાં સરેરાશ ₹50,000 નું બેલેન્સ જાળવવું પડશે.
અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે નવા નિયમો
અર્ધ-શહેરી શાખાઓ: ₹5,000 થી વધારીને ₹25,000 કરવામાં આવી છે.
ગ્રામીણ શાખાઓ: ₹5,000 થી વધારીને ₹10,000 કરવામાં આવી છે.
આ ફેરફાર ફક્ત નવા ખોલવામાં આવેલા ખાતાઓ પર જ લાગુ થશે. જો ગ્રાહકો લઘુત્તમ બેલેન્સ જાળવવામાં નિષ્ફળ જાય, તો તેમને બેંકની અપડેટેડ ચાર્જ લિસ્ટ મુજબ દંડ ચૂકવવો પડશે.
રોકડ વ્યવહારો પર નવા શુલ્ક
શાખા અથવા કેશ રિસાયક્લર મશીનમાંથી મહિનામાં 3 વખત મફત રોકડ જમા કરાવવાની સુવિધા.
ચોથા વ્યવહારથી દરેક વ્યવહાર પર ₹150 ચાર્જ.
એક વારમાં ₹1 લાખ સુધી મફત જમા કરાવવાની સુવિધા, ત્યારબાદ ₹1,000 દીઠ 3.5% અથવા ઓછામાં ઓછા ₹150 ચાર્જ.
તૃતીય પક્ષ રોકડ જમા કરાવવાની મર્યાદા હવે ₹25,000 નક્કી કરવામાં આવી છે.