નવી દિલ્હીઃ પેગાસસ જાસુસી કાંડમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે એડીએ ગ્રૂપના એક ઉચ્ચ અધિકારીના ફોન પણ કથિત રીતે હેક કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુરુવારે અન્ય નવા નામોની યાદી જારી કરાઇ છે, જેમા અનિલ અંબાણીનું પણ નામ શામેલ છે. સમાચાર પોર્ટ્લ ધી વાયરના મતે જે ફોન નંબરનો અનિલ અંબાણી અને રિલાયન્સ અનિલ ધીરું ભાઇ અંબાણી ગ્રૂપ (એડીએજી ગ્રૂપ)ના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો, તે નબર આ લીક યાદીમાં શામેલ છે, જેનું એનાલિસિસ પેગાસસ પ્રોજેક્ટ ગ્રૂપ મીડિયા પાર્ટનરોએ કર્યો હતો.
રિપોર્ટમાં કહેવાયુ છ કે, અંબામી ઉપરાંત કંપનીના અન્ય અધિકારી જેના ફોન નંબર આ યાદીમાં શામેલ છે, તેમાં કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ ટોની જેસુદાસનની સાથે તેમની પત્ની પણ શામેલ છે. રિપોર્ટમાં એવુ પણ કહેવાયુ છે કે એની ખાતરી નથી કરાઇ શકી કે અનિલ અંબાણી વર્તમાનમાં તે ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે નહીં. આ મામલે હાલ એડીએજી ગ્રૂપ તરફથી કોઇ પ્રતિકિર્યા પ્રાપ્ત થઇ નથી.
રિપોર્ટ મુજબ ભારતમાં દસો એવિએશનના પ્રતિનિધિ વેંકટ રાવ પોસિના, સાબ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રજીત સિયાલ અને બોંઇંગ ઇન્ડિયાના પ્રમુખ પ્રત્યૂષ કુમારનો નંબર પણ 2018 અને 2019માં વિવિધ સમયગાળા દમિયાન લીક થયેલા નંબરોમાં શામેલ છે. ફ્રાંસની કંપની એનર્જી ઇડીએફના પ્રમુખ હરમનજીત નેગીનો ફોન નંબર પણ લીક થયેલા નંબરોમાં શામેલ છે. તે આ સમયગાળા દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મૈક્રાંની ભારત યાત્રા દરમિયાન સત્તાવાર પ્રતિનિધિમંડળમાં શામેલ હતા.
પાછલા રવિવારે એક વૈશ્વિક મીડિયા ગ્રૂપે ખુલાસો કર્યો હતો કે માત્ર સરકારી એજન્સીઓને જ વેચવામાં આવતા ઇઝરાયલના જાસુસી સોફ્ટવેર પેગાસસ મારફતે ભારતના બે કેન્દ્રીય મંત્રીઓ, 40થી વધારે પત્રકારો, વિપક્ષના ત્રણ નેતાઓ અને એક જજ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ અને કાર્યકર્તાઓના 300થી વધારે મોબાઇલ નંબર હેક કરવામાં આવ્યા હોવાની સંભાવના છે.