અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે બિહાર બંધનું એલાન અપાયુ છે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બેઠક બોલાવી છે.
દેશમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે અને એક ડઝનથી વધુ રાજ્યો માં હિંસા થઈ છે. ટ્રેનો સળગાવવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, આ યોજનાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ 24 કલાકના બિહાર બંધનું એલાન આપ્યું છે. આ બંધનું એલાન અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે.
બિહાર બંધને આરજેડી અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવામ મોરચાનું સમર્થન મળ્યું છે. ખાસ વાત એ છે કે ‘હમ’ ભાજપના સહયોગીઓમાંથી એક છે.
આમ બંધના એલાન અને હિંસક વિરોધને જોતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક બેઠક બોલાવી છે. તેઓ સવારે 11:30 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક કરશે.