અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા વિરોધનો સામનો કરવા માટે બેઠકોનો દોર ચાલુ છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ત્રણેય સેનાના વડાઓની બેઠક ચાલી રહી છે, તેવા સમયે, આજે બપોરે બે વાગ્યે મળી રહેલી સેનાની પ્રેસ કોન્ફરન્સ ઉપર સૌની નજર છે. પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક મોટી જાહેરાતો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરગ રક્ષા મંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાને લઈને ફરી આજે વધુ એક બેઠક બોલાવી છે.
સંરક્ષણ પ્રધાન ત્રણેય સેના પ્રમુખો સાથે તાજેતરની સ્થિતિ અંગે ચર્ચા કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ પ્રબળ બની રહ્યો છે. આ યોજના પાછી ખેંચવા માટે દેશના ઘણા રાજ્યોમાં મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે અને તોફાનીઓ સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. હિંસક વિરોધને જોતા, રેલ્વે પણ સતર્ક થઈ ગઈ છે અને આજે રવિવારે વૈશાલી એક્સપ્રેસ, સપ્તક્રાંતિ એક્સપ્રેસ અને બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સહિત 40 એક્સપ્રેસ ટ્રેનો રદ કરી દીધી છે. જ્યારે 27 પેસેન્જર ટ્રેનો પણ દોડશે નહીં.
આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અગ્નિપથના વિરોધમાં જંતર-મંતર પર સત્યાગ્રહ ના એલાન બાદ હવે આ મામલે કોઇ નિર્ણય લેવાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.