અનુમલિક છીનારવા માટે જાણીતો છે તે ગાયક બનવા આવતી નાની ઉંમરની છોકરીઓને ચાન્સ આપવાની વાત કરી શારીરિક શોષણ કરતો હોવાના આક્ષેપ અગાઉ લાગી ચુક્યા છે ત્યારે ગાયિકા શ્વેતા પંડિતને પણ અનુ મલિક નો આવો અનુભવ થયો હોવાની વાત તેણે શેર કરી છે.
પોતાના દમદાર અવાજથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર શ્વેતા પંડિત આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે.
તેણે બોલિવૂડને એકથી વધુ પ્રખ્યાત ગીતો આપ્યા છે. શ્વેતાએ એઆર રહેમાન સહિત ઘણા મોટા સંગીતકારો માટે બોલિવૂડ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેણે પેરોમેં બંધન હૈ, ઈશ્ક ખુદાઈ, હલ્લા રે, તેરા સરાપા, છોરે કી બાતેં, દો ધારી તલવાર જેવા ગીતો ગાયા છે. શ્વેતા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ગાયક અનુ મલિક પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.
મ્યુઝિક કમ્પોઝર અનુ મલિક પર ગંભીર આરોપ લગાવતા સિંગર શ્વેતા પંડિતે કહ્યું કેજ્યારે તે 15 વર્ષની હતી અને સ્કૂલે જતી ત્યારે તે મારા પિતાની ઉંમરના અનુ મલિકે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું હતું.
તે અનુ મલિકને અંકલ કહેતી હતી. શ્વેતાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે મને મોહબ્બતેથી લીડ સિંગર તરીકે લોન્ચ કરવામાં આવી છે. ગીત હિટ થયા પછી હું કામની શોધમાં હતી. તે વખતે મને અનુ મલિકના મેનેજરનો ફોન આવ્યો હતો.
મને ફોન કરી એમ્પાયર સ્ટુડિયો બોલાવવામાં આવી હતી.
ત્યાં હું મારી માતા સાથે ગઇ હતી તે વખતે અનુ મલિક શાન અને સુનિધિ ચૌહાણ સાથે ગીત રેકોર્ડ કરી રહ્યા હતા.
રેકોર્ડિંગ પછી જ્યારે અનુ અંકલ આવ્યા ત્યારે તેણે મને કંઈક ગાવાનું કહ્યું.
મેં હર દિલ જો પ્યાર કરેગા ગીત ગાયું. તેને મારો અવાજ ઘણો ગમ્યો. પછી અનુ મલિકે મને કહ્યું- હું તને સુનિધિ અને શાન સાથે ગીત ગાવાનો મોકો આપીશ, પણ પહેલા તારે મારા ગાલ પર ચુંબન કરવું પડશે.
શ્વેતાએ કહ્યું કે આ પછી જાણેકે મારું શરીર સુન્ન થઈ ગયું
શ્વેતાએ કહ્યું કે ત્યારે તે માત્ર 15 વર્ષની હતી અને શાળાએ જતી હતી. તે તેને અનુ અંકલ કહીને બોલાવતી. શ્વેતાએ કહ્યું હતું કે તે આ વાત તેના ઘરે પણ કહી શકતી નથી.
મહિનાઓ સુધી તે ડિપ્રેશનમાં હતી અને રડતી રહી.
તેણે ઈન્ડસ્ટ્રી છોડવાનો પણ નિર્ણય લીધો હતો. તેને આમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો.
આમ અનુ અંકલે પોતે નાની હતી ત્યારે તેની છેડછાડનો ભોગ બની હોવાનું જણાવ્યું હતું.