અભિનેતા સલમાન ખાનની હત્યા નો પ્લાન બનાવી રહેલા એક રીઢા ગુનેગાર ને ફરીદાબાદ પોલીસે ઝડપી લઈ પિસ્તોલ કબ્જે લીધી હતી. પોલીસે માહિતી આપી હતી કે ફરીદાબાદના એસજીએમ નગરમાં સરકારી રાશનનો ડેપો ચલાવતા પ્રવીણ નામની વ્યક્તિ નું મર્ડર કરનાર ઉત્તરાખંડથી પકડાયેલા ગેંગસ્ટર રાહુલે સલમાન ની હત્યા માટે પ્લાન બનાવ્યો હતો અને તેણે બાંદ્રા મુંબઈમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન ઉપર નજર રાખી હતી અને રેકી કરી તમામ ગતિવિધિઓ ચકાસી હતી. રેકી કરવા માટે તે બે દિવસ બાંદ્રામાં રોકાયો હતો. આ સમય દરમિયાન તેણે સલમાનના બંગલા પર નજર રાખી હતી અને જોયું હતું કે સલમાન ખાન કયા સમયે ઘરની બહાર નીકળે છે, તે ક્યાં જાય છે કોને મળે છે.
ફરીદાબાદ ડીસીપી હેડ કવાર્ટર રાજેશ દુગ્ગલે પત્રકારો ને જણાવ્યું કે રાહુલ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગનો માણસ છે અને શાર્પ શૂટર છે. લોરેન્સ બિશ્નોઇ હાલમાં જોધપુર જેલમાં બંધ છે. સલમાન ખાનની રેકી કર્યા બાદ રાહુલે તમામ માહિતી પોતાના બોસ લોરેન્સ બિશ્નાઈને આપી હતી
અત્રે નોંધનીય છે કે 2018માં જોધપુરમાં કાળિયારના શિકાર કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ લોરેન્સ રોષે ભરાયો હતો અને લોરેન્સે સલમાન ખાનને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને તેથી જ તેણે રાહુલને સલમાન ખાન રેકી કરવા જણાવી હત્યા નું કાવતરું બનાવ્યું હતું. સલમાન ખાન ની રેકી કરનાર રાહુલ ઉપર ફરિદાબાદ ઉપરાંત પંજાબ, ભવાનીના ઝજ્જરમાં હત્યા અને ખંડણીના કેસ નોંધાયેલા છે અને રાહુલે છેલ્લા 6 મહિનામાં 4 હત્યા કરી હોવાની સનખેજ માહિતી બહાર આવી છે,ફરીદાબાદ પોલીસે રાહુલ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે.
