મુંબઇ સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મોત બાદ લોકો ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં ચાલતા રાજકારણ સામે નારાજ થયા છે અને બહાર ના યુવાનો અને યુવતીઓ ને સહકાર નહિ મળતો હોવાની વાત જાહેર થઈ જતા લોકો હવે ફિલ્મીદુનિયા માં ઘર કરી ગયેલા જૂના લોકો ને ધિક્કારી રહ્યા છે બીજી તરફ મૃતક સુશાંત ના પિતા કે.કે.સિંઘ દ્વારા કરવામાં આવેલી એફઆઈઆર બાદથી રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી ગઈ છે અને ‘ચિકન બિરયાની’ અને ‘યે હૈ ઇન્ડિયા’ જેવી ફિલ્મો બનાવી ચુકેલા ફિલ્મ નિર્માતા લોમ હર્ષે હાલમાં જ પત્રકારો ને જણાવ્યું કે તેણે રિયાને તેની આગામી ફિલ્મમાં નહીં લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે ચાલી રહેલા કેસ અને દિવંગત અભિનેતાના રહસ્યમય મોત સાથે રિયાના કનેક્શન અંગે પણ તેમના વિચારો શેર કરી ફિલ્મો માં ચાલતા પરિવારવાદ અને રાજકારણ સામે અણગમો વ્યક્ત કર્યો હતો.
આ વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, COVID-19 કેસની સંખ્યામાં ઘટાડો થતાં જ અમે આગામી ફિલ્મની યોજના બનાવી રહ્યા છીએ અને સુશાંતના મૃત્યુ પછી, અમે તરત જ રિયા ચક્રવર્તીને પસંદ કરવાનો વિચાર છોડી દીધો છે. આમ સુશાંત ના રહસ્યમય મોત બાદ રીયા ચક્રવર્તી ના ફિલ્મી કેરિયર સામે સવાલો ઉઠી રહયા છે. રિયા ચક્રવર્તી ની ફિલ્મી કેરિયર સામે જોખમ ઉભું થતા તેના પરિવાર માં ચિંતા જન્મી છે ,રિયા ના સેક્સી અંદાજ ની જૂની તસવીરો સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવી રહી છે
