પંજાબ પોલીસ અને ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ બે ગેંગસ્ટર વચ્ચે આજે બુધવારે અમૃતસરમાં મુઠભેડ ચાલુ છે.
પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સનું ઓપરેશન ચિચા ભકના ગામમાં ચાલી રહ્યું છે.
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તમાં સામેલ ગુંડાઓ અહીં છુપાયા હોવાની માહિતી મળતા જ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવાયો છે.
પંજાબના અમૃતસરના ચિચા ભકના ગામમાં હાલ મુઠભેડ ચાલુ છે, પંજાબ પોલીસને માહિતી મળી હતી કે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ સાથે જોડાયેલા ગેંગસ્ટર ગામમાં છુપાયેલા છે.
આ પછી પોલીસે ગામને ઘેરી લીધું અને ઓપરેશન શરૂ કર્યું. ગુંડાઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ ગામને ચારે બાજુથી ઘેરી લીધું છે. આ ગામ પાકિસ્તાન બોર્ડર પાસે અટારી પાસે આવેલું છે. માહિતી મળી રહી છે કે ગુંડાઓ એકે-47થી પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ એક ગેંગસ્ટરને પંજાબ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
ગોળીબારના અવાજથી ગામ ગુંજી ઉઠ્યું હતું. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. અત્યાર સુધીમાં લગભગ 100 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા એક ગેંગસ્ટરની હત્યા કરવામાં આવી છે. જ્યારે બીજો હજુ છુપાયેલો છે. પોલીસે ગ્રામજનોને ઘરની બહાર ન નીકળવાની જાહેરાત કરી છે. પોલીસ ડઝનબંધ વાહનોના કાફલા સાથે એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સ અને બખ્તરબંધ વાહનો પણ ઘટનાસ્થળે હાજર છે.