Amazon સાથેની સ્પર્ધામાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે માર્ચ 2018 માં પુરા થતા નાણાકીય વર્ષમાં 3200 કરોડનું નુકસાન થયું છે. ફ્લિપકાર્ટ ઈન્ડિયા ભારતમાં કંપનીનો બિઝનેસ સંભાળે છે. , જેને 2000 કરોડથી વધારે નુકસાન વેઠવું પડ્યું છે, જ્યારે ઓનલાઈન સર્વિસ પુરી પાડતા ફ્લિપકાર્ટ ઈન્ટરનેટને 1100 કરોડ જેટલું નુકસાન થયું છે. માર્ચ 2017 માં તેને 244 કરોડ અને 2016 માં 545 કરોડનું નુકસાન થયું હતું.
ગયા વર્ષની સરખામણીમાં તેને આ વર્ષે વધારે નુકસાન થયું છે, જેનું મુખ્ય કારણ અમેઝોન છે. અમેઝોન સાથેની માર્કેટીંગ અને ડિસ્કાઉન્ટ ઓફરની સ્પર્ધામાં તે ટકી શક્યું નથી.ફ્લિપકાર્ટ ઈન્ડિયાની રેવન્યુ 2018 માં 42 ટકા વધી જ્યારે ફ્લિપકાર્ટ ઈન્ટરનેટની રેવન્યુમાં 36 ટકા વધારો જોવા મળ્યો, બંને કંપનીના કુલ ખર્ચમાં વધારો થયો છે.
ફ્લિપકાર્ટ ઈન્ડિયાનો ખર્ચ 50 ટકા વધ્યો. આ ખર્ચમાં કર્મચારીને અપાતા લાભો પાછળ 330 કરોડનો ખર્ચ થોય છે. અમેઝોન પણ ભારતમાં ખુબ ખર્ચ કરી કહ્યું છે. 2018 માં અમેઝોને પણ 4800 કરોડનું નુકસાન કર્યું છે, આ જ વર્ષે તેની રેવન્યુ 3250 કરોડ હતી. જો કે હજુ સુધી અમેઝોનનના નાણાકીય આંકડા જાહેર થયા નથી.