અમેરિકા માં હિંસક પ્રદર્શનથી PM મોદી વ્યતીત થયા,કહ્યું લોકશાહી ના મૂલ્યો નું જતન થવું જોઈએ,અમેરિકા માં થયેલા હિંસક તોફાનો અને પ્રદર્શનથી વિશ્વભરમાં પ્રત્યાઘાતો ઉઠ્યા છે ત્યારે PM મોદી ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકાના કેપિટલ પરિસર બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ બાદ પરિસરને લોકડાઉન કરી દેવાયું છે. આ હિંસક અથડામણમાં એક મહિલાનું મૃત્યું થયું છે. જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે વોશિંગટન ડીસીમાં હિંસા અને અથડામણ અંગેના સમાચાર જોયા બાદ પરેશાન થયો છું. સત્તાનું વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ પરિવહન ચાલવું યોગ્ય છે. લોકશાહીની પ્રક્રિયાને ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનના માધ્યમથી પ્રભાવિત થવા ન દેવી જોઇએ
આમ ભારતે લોકશાહી ના હિતો જાળવવા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
