વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કર્યું છે. હવે અયોદ્યામાં બનાવવામાં આવતી ભગવાન રામની મુર્તીની ઉંચાઈ પણ 152 મીટર કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પહેલા 100 મીટર ઉંચાઈ રાખવાનો પ્રસ્તાવ હતો તે વધારીને 151 મીટર કરવામાં આવ્યો છે. જાહેર અને ખાનગી ફંડના ઉપયોગથી આ પ્રતિમા બનાવવામાં આવશે. આ પ્રતિમાનું સ્થાન પણ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમામા હશે.
આક્યોબર 2017 માં યોગી આદિત્યનાથ સરકારે સરયુ નદીના કિનારે ભગવાન રામની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. હવે ઉત્તરપ્રદેશમાં ભગવાન રામની મુર્તી પ્રસ્થાપિત કરવામાં આવશે. પ્રતિમાનું કદ વધારી દેવાયા બાદ ખર્ચની રકમનો આંકડો પણ વધી જશે.