ભગવાન રામનાજન્મસ્થળ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામમંદિરનું નિર્માણ શ્રાવણ માસમાં શરૂ થશે, આ પ્રસંગે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપી દેવાયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ અને મહામંત્રી ચંપત રાયે વડા પ્રધાન ને તે શ્રાવણ માસમાં અયોધ્યા આવીને તેઓ મંદિર નો પાયો નાખે તે માટે પત્ર લખ્યો છે અને જો તે મુજબ રૂબરૂ ન અવાય તો વીડિયો કોન્ફરન્સિંગથી ભૂમિપૂજન કરી કરવા આગ્રહ કરાયો છે.
અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર છે.
પાંચ લાખથી વધુ વસતીવાળી નગરી અયોધ્યા વિશે કહેવાય છે કે અહીં દરેક ઘરમાં મંદિર અને દરેક મંદિરમાં ઘર છે. વિહિપના સ્થાનિક પ્રવક્તા શરદ જૈન કહે છે કે અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર છે. 100થી 125 મોટાં મંદિર અને અખાડા છે.
ભગવાન શ્રી રામ ની પ્રાચીન નગરી અયોધ્યા માં બનનારા ભગવાન શ્રી રામ મંદિર ને લઈ ભાવિકો માં ભારે ઉત્સુકતા નો માહોલ છે.
