આંધ્ર પ્રદેશના એલુરુ (Eluru Mysterious Disease)માં ફેલાયેલી રહસ્યમયી બિમારીએ સૌને ભયભીત કરી દીધા છે. હાલ લેબોરેટરી ડેટા પોઇન્ટ્સના મતાનુસાર શાકાભાજી અને માછલીઓ જ આ બિમારીથી સંક્રમિત દર્દીઓના સેમ્પલમાં ઝેરી તત્વોનો સોર્સ હોવાની આશંકા છે. આ બિમારથી સંક્રમિત લોકોની સંખ્યા 600ને વટાવી ગઇ છે.
લેબોરેટરી રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિક વિશ્લેષણની સાથે જ જળ અને હવા પ્રદૂષણના રાજ્ય સરકાર તરફથી જારી આંકડાઓમાં આ વાત સ્પષ્ટ થઇ છે કે પાણી અને હવામાં મોટા તત્વોની હાજરી નથી. બોટલ બંધ પાણીનો પ્રયોગ કરનાર અને ગામડાના લોકો આ બિમારીની ઝપેટમાં આવ્યા. સત્તાવાર આંકડા મુજબકેટલાક બ્લડ સેમ્પલમાં નિકસ અને ઝિંક જેવા ભારે તત્વોની હાજરી હોવાની પૃષ્ટિ થઇ છે.
એવામાં જો નિકલ, સીસું કે અન્ય ભારે તત્વોનો શોર્સ પાણી કે હવા નથી તો પછી દૂષિત તત્વો દર્દીના ફેફસામાં ભોજન મારફતે પહોંચ્યા છે. એવું સંસોધકોનું માનવુ છે. શાકભાજી (ખાસ કરીને પાંદડાવાળી) અને માછલીમાં ભારે તત્વો અને કિટનાશકની પ્રકિર્યા મારફતે આવે છે. રિસર્ચ સ્ટડીમાં ફળ અને શાકભાજીમાં ભારે તત્વો અને કિટનાશકોની હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અત્યાર સુધી આંધ્રપ્રદેશમાં 611 લોકો આ બિમારીની ઝપેટમાં આવ્યા છે. ચાર દિવસ પહેલા એક સંક્રમિત વ્યક્તિની મોત થઇ હતી. તો બે વધુ સંક્રમિત વ્યક્તિએ દમ તોડ્યો છે.