દેશમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આકાશી વીજળી પડવાની ઘટનાઓ પણ વધી છે જે જીવલેણ સાબિત થઈ છે.
બિહાર અને યુપીમાં વીજળી પડવાથી કુલ 16 લોકોના મોત નિપજ્યા છે જેમાં એકલા બિહારમાંજ છેલ્લા 24 કલાકમાં આકાશી વીજળી પડતા 10 લોકોના મોત થયા છે.
બિહારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન વીજળી પડવાથી 10 લોકોના મોત થયા છે. ગોપાલગંજમાં ત્રણ, ભોજપુરમાં બે અને લખીસરાય, સિવાન, કટિહારમાં એક-એક લોકોના મોત થયા છે.
મુખ્યમંત્રી યોગીજી એ મૃતક પરિવારને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.
રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં વીજળી પડવાની ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી સૌથી વધુ ચાર લોકોના મોત બાંદામાં થયા છે. આ સિવાય ફતેહપુરમાં બે અને બલરામપુર, ચંદૌલી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કૌશામ્બી, સુલતાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે જયારે 16 લોકો આકાશી વીજળી પડતા દાઝી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.