આખરે વિપક્ષ દ્વારા યશવંત સિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે વિપક્ષી નેતાઓની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે વિરોધ પક્ષોએ ચર્ચા બાદ યશવંત સિંહાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.
વિપક્ષની આ ચૂંટણીના કારણો જણાવતા રમેશે કહ્યું કે યશવંત સિંહા ખાસ કરીને લાયક ઉમેદવાર હશે. તેઓ એક એવી વ્યક્તિ છે જે ભારતના બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી ફેબ્રિકમાં વિશ્વાસ રાખે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમને દુઃખ છે કે અત્યાર સુધી મોદી સરકાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર સર્વસંમતિ બનાવવા માટે એટલી ગંભીર નથી.
દરમિયાન શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીના ઈનકાર બાદ અંતે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. યશવંત સિન્હા વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. તેમણે ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું છે.