આખરે ભારતીય વાયુસેના ના કાફલા માં 29 જુલાઈ ના રોજ નવા પાંચ રાફેલ સામેલ થઈ જશે અને ફ્રાંસમાંથી રાફેલ ફાઈટર જેટનો પહેલો કાફલો આ મહિને ભારતને મળી જશે. આ વિમાનો અંબાલા એરફોર્સ સ્ટેશન પર વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
આ રાફેલ વિમાનો લદ્દાખ સેક્ટરમાં ગોઠવવામાં આવે તેવી શક્યતા છે. વાયુસેના ચીન સાથે વધી રહેલા તણાવને જોતા લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) નજીક પોતાની ક્ષમતા વધારવા ઈચ્છે છે.
વાયુસેનાની કોન્ફરન્સમાં રાફેલને ગોઠવવા અંગે નિર્ણય લેવામાં આવશે
વાયુસેનાના જણાવ્યા પ્રમાણે ફાઈટર જેટના એર અને ગ્રાઉન્ડ ક્રુની તાલીમ પૂરી થઈ ગઈ છે. ફાઈટર જેટમાં લાગેલી વેપન સિસ્ટમની તાલીમ પણ આપવામાં આવી છે. આ તમામ હવે ઓપરેશનલ પણ છે. ફાઈટર જેટ આવ્યા બાદ તેને ઝડપભેર ગોઠવવા પર ધ્યાન કેન્દ્રીત રહેશે. 22થી 24 જુલાઈ વચ્ચે એરફોર્સની એક કોન્ફરન્સ દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. તેમા એરચીફ માર્શલ ભદૌરિયા તેમના કમાન્ડર ઈન ચીફ સાથે વાતચીત કરી રાફેલ અંગે યોગ્ય નિર્ણય લેશે.
આમ ભારતીય વાયુસેના માં નવા વિમાનો આવતા આગામી દિવસો માં સૈન્ય તાકાત માં વધારો થશે
