દેશ માં કોરોના એ આતંક મચાવતા અને સેંકડો લોકો ના ઓક્સિજન વગર મોત થતા હવે PM નરેન્દ્ર મોદી એ તેમનો બંગાળ પ્રવાસ રદ કરી દેશ માં ઉભી થયેલી કટોકટી સામે ધ્યાન આપવાનું ચાલુ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે બંગાળ માં 4 જિલ્લાની 56 વિધાનસભા બેઠક માટે રેલીઓ કરવાની હતી. જોકે સાંજે પાંચ વાગ્યે તેઓ વર્ચ્યુઅલ રીતે રાજ્યના મતદારોને ભાજપ ને મત આપવા અપીલ કરશે.
મોદીજી માલદા, મુર્શિદાબાદ, બીરભૂમ અને દક્ષિણ કોલકાતામાં રેલીઓને સંબોધન કરવાના હતા, પરંતુ હવે તેઓ વર્ચ્યુઅલ રીતે ચારેય રેલી કરશે. સ્થાનિક ભાજપ કાર્યકરોએ રેલીઓ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી, પરંતુ છેલ્લી ક્ષણે એ રેલીઓને રદ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. મોદી પહેલા એક ઇન્ટર્નલ બેઠક કરશે. આ પછી તેઓ એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે, જ્યાં કોરોનાના કેસો સૌથી વધુ સામે આવી રહ્યા છે. વડાપ્રધાનની ત્રીજી બેઠક ઓક્સિજન ઉત્પન્ન કરનારા કંપનીના માલિકો સાથે યોજાશે.
જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર અને કેરળના મુખ્યમંત્રી એમાં જોડાશે. ત્યાર બાદ બપોરે 12.30 વાગ્યે મોદી ઓક્સિજન પ્રોડક્શન કંપનીઓના માલિક સાથે વાત કરશે.
આમ પીએમ મોદી બંગાળ ની ચુંટણીઓ ને લઈ ખૂબ વ્યસ્ત છે પણ હવે કોરોના ની વિપદા માટે પણ કંઈક કરવા ટાઇમ આપતા હવે કોઈ નક્કર પગલાં ભરાય તેવું મનાય રહ્યું છે.