PM નરેન્દ્ર મોદી આજે 67મી વખત મન કી બાત કાર્યક્રમમાં દેશની જનતાને જણાવ્યું કે કારગિલ યુદ્ધના 21 વર્ષ પુરા થઇ રહ્યા છે તેઓ એ આ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વડાપ્રધાને કહ્યું કે, આજે કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાને ભારત સાથે દગો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જીત ભારતવા સૈનિકોના મક્કમ મનોબળ અને જુસ્સાની થઈ હતી તેઓ એ ઉમેર્યુ કે કારગિલે આપણ ને મંત્ર આપ્યો છે. આપણ વિચારવુ પડશે કે આપણે જે વિચારીએ અને કરીએ છીએ, તેનાથી સૈનિકોના મન પર ઊંડી અસર થાય છે. આપણે જે કરીએ છીએ તેનાથી સૈનિકોનું મનોબળ વધવું જોઈએ.ક્યારેક ક્યારેક આપડે સોશિયલ મીડિયા પર એવી વસ્તુઓ ફોરવર્ડ કરીએ છીએ, જેનાથી દેશનું મનોબળ ભાંગી પડે છે જેથી ભારત માતા ની રક્ષા કરતા સૈનિકો નો જુસ્સો વધારવો જોઈએ અને આજકાલ યુદ્ધ માત્ર મેદાનમાં જ નથી લડાતું પણ સોશયલ મીડિયા માં પણ લડાય છે જેમાં સૈનિકો નું મનોબળ વધે તે માટે પ્રયત્નો કરવા દેશવાસીઓ ને અપીલ છે.
કોરોના માં મૃત્યુદર દુનિયાના અન્ય દેશો કરતા ઘણો ઓછો હોવાનું જણાવી ઉમેર્યું કે જે લોકો ના મોત થયા તે દુઃખદ છે પણ ઘણા મોત અટકાવ્યા છે. કોરોના આજે પણ એટલો ઘાતકી છે, જેટલો શરૂઆતમાં હતો.
ચહેરા પર માસ્ક બે ગજનું અતર, ક્યાં થૂંકવું નહીં,આ વાતનું ધ્યાન રાખવાનું છે. આ જ આપણને કોરોનાથી બચાવી શકે છે. ક્યારેક ક્યારેક માસ્કથી આપણને તકલીફ થાય છે. એ વખતે કોરોના વોરિયર્સને યાદ કરો. તે કલાકો સુધી કીટ પહેરી રાખે છે. દેશમાં કેટલાક સાહસીઓ ના ટેલેન્ટથી નવા ઉદ્યોગ શરૂ થયા છે. બિહારમાં લોકોએ મધુબની પેઈન્ટિંગ વાળા માસ્ક બનાવવાનું શરૂ કર્યા છે. આસામના કારીગરોએ વાસમાંથી ટિફિન અને બોટલ બનાવવાનું શરૂ કર્યું છે.જે ઈકોફ્રેન્ડલી હોય છે.
ઝારખંડના એક વિસ્તારમાં ઘણા સમૂહ લેમનગ્રાસની ખેતી કરી રહ્યા છે. જેના તેલની આજકાલ વધુ માંગ છે.
રક્ષાબંધન પર લોકલને વોકલ કરો
થોડા દિવસો પછી રક્ષાબંધન આવી રહી છે. ઘણી સંસ્થાઓ આ વખત અલગ રીતે ઉજવણી કરવાના અભિયાન ચલાવી રહી છે. લોકલથી વોકલની વાત પણ કરવામાં આવી રહી છે. આવું કરવું જ યોગ્ય રહેશે. નેશનલ હેન્ડીક્રાફ્ટ દિવસ પણ આવી રહ્યો છે. આપણે આનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ અને દુનિયાને પણ જણાવીએ. આનાથી આપણા લોકલ કારીગરોને લાભ થશે તેમ જણાવ્યુ હતુ.
સૂરીનામના રાષ્ટ્રપતિએ સંસ્કૃતમાં શપથ લીધા, તેમણે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે
ભારતથી હજારો માઈલ દૂર એક દેશ સૂરીનામ છે. વર્ષો પહેલા ભારતથી લોકો ત્યાં ગયા અને ઘર બનાવી લીધું. ત્યાંની એક બોલી ભોજપુર સાથે મળતી આવે છે. ચંદ્રિકા પ્રસાદ સંતોખી રાષ્ટ્રપતિ છે. તેમણે સંસ્કૃતમાં શપથ લીધા અને વેદોના મંત્રનું ઉચ્ચારણ કર્યું તે વાત નો ઉલ્લેખ કરી તેઓએ સંતોખીને 130 કરોડ ભારતીયોવતી શુભકામનાઓ પાઠવી હતી.
આમ મન કી બાત માં દેશ ની રક્ષા કરતા જવાનો નું મનોબળ વધારવા સહિત કોરોના જંગ માં લડવા માટે નિયમો નું ચુસ્ત પાલન કરવા ઉપર પીએમ નરેન્દ્રભાઇ મોદીએ ભાર મુક્યો હતો.
