આજે વિશ્વમાં કિસડે મનાવવામાં આવી રહ્યો છે,વેલેન્ટાઈન વીકમાં આવતો કિસ ડે પશ્ચિમી સભ્યતામાં સૌથી વધુ લોકપ્રિય ગણાય છે જોકે, હવે તે ભારત સુધી વિસ્તર્યો છે.
કિસ ડેનો ઈતિહાસ જોવા જઈએ તો કહેવામાં આવે છે કે 6ઠ્ઠી સદીમાં ફ્રાન્સમાં પ્રેમની અભિવ્યક્તિ માટે નૃત્ય કરવામાં આવતુ હતું અને નૃત્યની સમાપ્તિ બાદ ઉપસ્થિત લોકો એકબીજાને કિસ કરીને પ્રેમની અભિવ્યક્તિ કરતા હતા. ધીરે ધીરે આ પ્રથા ઘણી આગળ વધી અને પછીથી તેને કિસ-ડે તરીકે જાણીતો બન્યો.
જોકે,કિસડે માટે અલગ અલગ માન્યતા છે તે મુજબ ઘણા લોકો કહે છે કે કિસ કરવાથી ફાયદો થાય છે અને હેલ્થ માટે સારું છે તો ઘણા માને છે કે કિસ કરવાથી ગેર ફાયદા છે અને રોગ થાય છે.
આવો જાણીએ શુ છે ફાયદા અને શું છે ગેર ફાયદાઓ.
વેલેન્ટાઈન-ડેના એક દિવસ પહેલા તા.13મી ફેબ્રુઆરીના રોજ કિસ ડે મનાવવામાં આવે છે, પ્રેમમાં તમારા પાર્ટનરને કિસ કરવી ખૂબ જ સામાન્ય વાત છે. અતૂટ સંબંધ અને પ્રેમ વ્યક્ત કરવા માટે કપલ ઘણીવાર એકબીજાને કિસ કરે છે. કિસ ડે દર વર્ષે વેલેન્ટાઈન ડે પહેલા ઉજવવામાં આવે છે. એવા વૈજ્ઞાનિક પુરાવા પણ છે કે ચુંબન કરવાથી ઘણા ખતરનાક ચેપ અને રોગોનું જોખમ વધે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
— ચુંબન કરવાથી ઘણા ખતરનાક ચેપ અને રોગોનું જોખમ છે.
—સાયટોમેગાલોવાયરસ
સાયટોમેગાલોવાયરસ (CMV) એ એક વાયરલ ઈન્ફેક્શન છે, જે લાળના સંપર્ક દ્વારા ફેલાય છે. આ સિવાય આ વાયરસ પેશાબ, લોહી, વીર્ય અને માતાના દૂધ દ્વારા પણ સરળતાથી ફેલાઈ શકે છે.
તેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) પણ કહેવામાં આવે છે. થાક, ગળામાં દુખાવો, તાવ અને શરીરમાં દુખાવો એ સીએમવીના મુખ્ય લક્ષણો ગણવામાં આવે છે.
—હર્પીસ આ એક જાતનો ચામડીનો રોગ છે
સામાન્ય રીતે હર્પીસ વાયરસ બે પ્રકારના હોય છે – HSV-1 અને HSV-2. હેલ્થલાઈન રિપોર્ટ મુજબ જો વાત કરવામાં આવેતો HSV-1 વાયરસ કિસિંગ દ્વારા ફેલાય છે, જ્યારે HSV-2 હર્પીસનો બીજો પ્રકાર છે. તેને જીનીટલ હર્પીસ પણ કહેવામાં આવે છે. જો કે તે મુખ્યત્વે શારીરિક સંબંધ અને ચુંબન દ્વારા પણ ફેલાય છે. HSV-2 ના લક્ષણો પણ HSV-1 જેવા જ છે. જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળીહોય તો તે ગંભીર બને છે.
—રેસ્પિરેટરી વાયરસ (Respiratory Virus)
શ્વસનક્રિયાને અસર કરતો વાઇરસ ગણાય છે જે ખાસ કરીને શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ અને ઓરી, શરદી અથવા ફ્લૂને જવાબદાર ગણવામાં આવે છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે રૂમમાં રહેવાથી અથવા તેની વસ્તુઓનો ઉપયોગ કરીને પણ ફેલાય છે તેજ રીતે કિસ કરવાથી પણ ફેલાવાની શક્યતા છે.
—મેનિન્જાઇટિસ (Meningitis)
ચુંબન કરીને પણ લોકો મેનિન્જાઇટિસનો શિકાર બને છે. આ બેક્ટેરિયલ ચેપ ચુંબન દ્વારા ફેલાય છે. તાવ, માથાનો દુખાવો અથવા ગરદનમાં જકડતા તેના કેટલાક મુખ્ય લક્ષણો છે.
—સિફલિસ (Syphilis)
સિફલિસ એ બેક્ટેરિયલ ચેપ છે, જે ચુંબન અથવા જાતીય પ્રવૃત્તિઓ દરમિયાન થઈ શકે છે. સિફલિસના સંપર્કમાં આવવાથી મોંની અંદર ચાંદા અથવા ફોલ્લા જેવી સમસ્યાઓ થાય છે. જોકે આ ઈન્ફેક્શનને એન્ટી બાયોટીક્સથી કંટ્રોલ કરી શકાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. તાવ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, થાક, અસ્પષ્ટ દ્રષ્ટિ, હૃદય સંબંધિત સમસ્યાઓ, મગજને નુકસાન અથવા યાદશક્તિમાં ઘટાડો તેના કેટલાક મુખ્ય લક્ષણો માનવામાં આવે છે.
આમ કિસ કરવાથી આવા રોગો પણ થતા હોવાના વૈજ્ઞાનિક પુરાવા છે.
—કેટલાક તજજ્ઞોના મતે કિસ કરવાથી થાય છે ફાયદો
—ઈમ્યુનિટીમાં થાય છે વધારો- કિસ કરવાથી ઈમ્યુનિટી વધે છે. આ અતિસંવેદનશીલતા ઘટાડે છે. એક અભ્યાસ મુજબ, કિસ કરવાથી પાર્ટનરનો સ્વેબ એકબીજાના મોંમાં જાય છે, જેના કારણે કેટલાક નવા કીટાણુ તમારા મોંમાં જાય છે પરિણામે શરીરમાં તે જંતુઓ સામે એન્ટિબોડીઝ બને છે અને ભવિષ્યમાં તેનાથી બીમારી આવતી નથી.
—હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે– કિસ કરવાથી ખુશીની લાગણી અનુભવાય છે અને ચુંબન ઓક્સિટોસિન, ડોપામાઇન અને સેરોટોનિન જેવા રસાયણો મુક્ત કરે છે, જે તમારી લાગણીઓને વધુ મજબૂત બનાવે છે.
—તણાવ દૂર કરે- ચુંબન કોર્ટિસોલનું સ્તર ઘટાડતું હોય તણાવ મુક્ત થવાય છે. કિસ કરવાથી ચહેરા પર સ્મિત આવે છે. આવી સ્થિતિમાં, તણાવ, થાક દૂર થાય છે.
— ચુંબન લાંબા સમય સુધી યુવાન રાખે છે.
કિસથી હોઠ, ગાલ, ચહેરો, જીભ, જડબા અને ગરદનના સ્નાયુઓની કસરત થાય છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે, જેના ચહેરા પર કરચલીઓ અને વૃદ્ધાવસ્થા ઓછી દેખાય છે. ચુંબન તમને સ્વસ્થ, સુંદરતા બક્ષે છે.
—ચહેરાના સ્નાયુઓને મજબૂત બનાવે – કિસ કરવાથી ચહેરાના સ્નાયુઓ મજબૂત બને છે. સતત ચુંબન કરવાથી ચહેરાના 34 સ્નાયુઓ અને 112 પોસ્ચરલ મસલ્સ હોય છે, જેના કારણે કરચલીઓની સમસ્યા થતી નથી અને ચહેરો લાંબા સમય સુધી યુવાન રહે છે.
તમે પાર્ટનરને એક મિનિટ સુધી કિસ કરો છો તો 26 કેલરી સુધી બર્ન કરી શકો છો.
(આમ અહીં ફાયદા અને ગેરફાયદા અંગે વાત કરવામાં આવી છે જોકે,સત્યડે આ વાતમાં સહમત નથી)