સરકાર દ્વારા આજે ખેડૂત કાયદામાં ફેરફાર પ્રસ્તાવ અને ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરંટી લેખિતમાં આપશે જોકે, ખેડૂતો નવો કૃષિ કાયદો રદ કરવાની માગણી કરી રહ્યા છે.
આજે બપોરે 12 વાગ્યે સિંધુ બોર્ડર પર થનારી મીટિંગ ઉપર સૌની નજર મંડાયેલી છે.
બીજી તરફ કૃષિ કાયદામાં ફેરફાર અંગે આજે કેબિનેટમાં પણ ચર્ચા થનાર છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે,આજે કેબિનેટની બેઠક થશે, જેમાં ખેડૂતો માટે સરકારના પ્રસ્તાવ અંગે પણ ચર્ચા થશે. ત્યાર પછી સરકાર ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ સોંપી દેશે. જોકે ખેડૂતો સાથે આજે યોજાનારી છઠ્ઠા તબક્કા ની મીટિંગ સરકારે કેન્સલ કરી હોવાની વિગતો સાંપડી છે.
ખેડૂત કાયદાના વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની આમ તો સરકાર સાથે છઠ્ઠી વખતની ચર્ચા થવાની હતી, પણ ગતરોજ મંગળવારે સાંજે અચાનક ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠક માં કોઈ પરિણામ નહી આવતા આખરે કેબિનેટ માં ચર્ચા બાદ નિર્ણય લેવાય તેવી શકયતા છે.
