આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની EDના અધિકારીઓ બીજા રાઉન્ડમાં પુછતાછ કરનાર હોય દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કથિત મની લોન્ડરિંગ કેસમાં આજે બીજા રાઉન્ડની પૂછપરછ માટે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી આજે બપોર પછી ઇડી સમક્ષ પોતાનું નિવેદન નોંધવા હાજર થાય તેવી શક્યતા છે.
કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજઘાટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સોનિયા ગાંધી આજે ED સમક્ષ હાજર થનાર હોય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.