એક તરફ દેશ માં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા હતા તો બીજી તરફ નફ્ફટ નેતાઓ દ્વારા 62 દિવસ ચાલેલાચૂંટણી જંગ બાદ આખરે આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની ચૂંટણીના આજે પરિણામો આવવાના છે જે પૈકી 5 રાજ્યોમાં સૌથી વધુ નજર બંગાળ પર ટકી છે. કેમકે આ વખતે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને લેફ્ટ અને કોંગ્રેસથી નહીં પણ ભાજપાથી સીધી ટક્કર થઈ છે. જે હવે વટ અને અસ્તિત્વ નો સવાલ ઉભો થયો છે
રાજ્યમાં 294માંથી 292 સીટો પર મતદાન થયું છે. ભાજપાએ અહીં પ્રથમવાર 291 સીટો પર ઉમેદવાર ઉતાર્યા, જ્યારે એક સીટ તેણે સુદેશ મહતોની ઓલ ઝારખંડ સ્ટુ઼ડન્ટ્સ યુનિયન પાર્ટીને આપી. ગત વખતે અહીં ગોરખા જનમુક્તિ મોરચાએ ભાજપાની સાથે ચૂંટણી લડી હતી. આ વખતે જીજેએમ તૃણમૂલ સાથે છે. ચૂંટણી અગાઉ ભાજપાએ તૃણમૂલના અનેક મોટા નેતાઓને તોડ્યા હતા, તેમાં મમતા બેનરજીના નજીક મનાતા શુભેન્દુ અધિકારી પણ સામેલ છે.
29 એપ્રિલે આવેલા એક્ઝિટ પોલ્સમાં બંગાળને લઈને એક મત ન જોવાયો. 9 એક્ઝિટ પોલ્સમાંથી 5માં મમતા બેનરજીની તૃણમૂલને બહુમતી હાંસલ થતી જોવા મળી છે કે પછી તે બહુમતીથી ખૂબ નજીક છે. જ્યારે 3 પોલ્સમાં ભાજપા આગળ દેખાય છે. જો કે, તમામ પોલ્સમાં તૃણમૂલને સીટોનું નુકસાન સ્પષ્ટ દેખાય છે અને આસાર ત્રિશંકુ વિધાનસભાના પણ બની શકે છે.
અગાઉ જ્યારે 2019ની લોકસભા ચૂંટણી થઈ હતી, ત્યારે ભાજપાએ બંગાળની 128 વિધાનસભા સીટો પર સરસાઈ મેળવી હતી. જ્યારે તૃણમૂલની સરસાઈ ઘટીને માત્ર 158 સીટો પર રહી હતી. આ વખતે ઓછા વોટિંગે તૃણમૂલની ચિંતા વધારી દીધી. આ વખતે 8 તબક્કામાં સરેરાશ 81.59% વોટિંગ થયું. જ્યારે 2016ની વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 83.02% હતો. એટલે કે આ વખતે વોટિંગ લગભગ 1.5% ઓછું થયું છે. 1.5 % નો ફરક અનેક સીટોનું અંતર પેદા કરી શકે છે.
જોકે,હવે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.