આખરે ચૂંટણી નો દિવસ આવી પહોંચ્યો છે અને દેશનાં આઠ રાજ્યો માં ૧૯ રાજ્યસભા બેઠકો પર આજે મતદાન થવા જઇ રહ્યું છે.
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારો સામસામે છે. ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેરસિંહ સોલંકી તો કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને ફુલસિંહ બારૈયાની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર મેદાનમાં છે. ઝારખંડમાં બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. સભ્યસંખ્યા જોતાં જેએમએમના શિબુ સોરનનો વિજય નક્કી છે. રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. આંધ્રપ્રદેશમાં રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર જંગમાં છે. અહીં વાયએસઆર કોંગ્રેસ તરફથી ચાર તો ટીડીપી તરફથી એક ઉમેદવાર મેદાનમાં છે. આમ દેશ માં આજે રાજકીય માહોલ ગરમાયો છે અને દિગગજ નેતાઓ ની ખરાખરી ની કસોટી થશે.
