આજે 5 ઓકટોબર 2020 જીએસટી કાઉન્સિલની બેઠક મળવા જઇ રહી છે.જેમાં કરદાતાઓને જીએસટીના દરોમાં રાહત અને ઓટોમોબાઇલ સેક્ટરમાં જીએસટીનો દર ઘટે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.
જીએસટી કાઉન્સિલ ઇ-ઇનવોઇસની વધારે મુદત આપવામાં આવે તેવી પણ શકયતા છે પરિણામ સ્વરૂપે કરદાતા ભવિષ્યમાં ઇ-ઇનવોસ પરથી જીએસટીઆર-1 અને 3બી રિટર્ન આપોઆપ ભરાઇ જઇ શકે છે. કરદાતાને જીએસટીમાં ટેકસ ભરવા માટે બેન્ક એકાઉન્ટ અથવા તો ક્રેડિટ કાર્ડ હતું પણ હવે યુપીઆઇ અને આઇએમપીએસ દ્વારા પણ ઓનલાઇનલ પેમેન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાય તેવુ જાણકારો નું કહેવું છે.
જીએસટી કાયદામાં રહેલી સજાની જોગવાઇને હળવી કરાય તેવી પણ વાત છે જેમ કે 1થી 3 ત્રણ વર્ષની સજાને માત્ર 6 મહિના કરવાનું અને ત્રણ વર્ષથી ઉપરની સજાને ઘટાડીને 1થી 3 વર્ષ કરવામાં આવે તેવી શકયતા છે. વધારામાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં સ્ટેટને કમ્પેનસેસ સેસમાં આપવામાં આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.આમ આ બેઠક ઉપર સૌની નજર છે.
