આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે છે અને પ્રેમની અભિવ્યક્તિ કરવા કપલ્સ એકબીજાને ગિફ્ટ અને મેસેજ કરી રહયા છે વિશ્વભરમાં આ દિવસપ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઈન્સ કાર્ડ, ફુલ આપી તેમજ ચોકલેટ્સની આપ-લે કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે.
વેલેન્ટાઈન નામ મૂળ સંત વેલેન્ટાઈન પરથી આવ્યું છે.
1969માં કેથોલિક ચર્ચે કુલ 11 વેલેન્ટાઈન સંત હોવાની વાત સ્વીકારી હતી અને તેમની યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે.
માન્યતા છેકે સંત વેલેન્ટાઈને પોતાના મૃત્યુના સમયે જેલરની દીકરી જેકોબ્સને પોતાની આંખોનું દાન કર્યું હતું. જેકોબ્સ અંધ હતી ત્યારબાદ સંતે એક પત્ર પણ લખ્યો અને તે પત્રમાં છેલ્લે લખ્યું હતું ‘વેલેન્ટાઈન’. આમ આ દિવસથી સંત વેલેન્ટાઈનની યાદમાં નિસ્વાર્થ ભાવે પ્રેમને યાદ કરીને વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જોકે,ત્યારબાદ સમય જતાં વેલેન્ટાઈન વીક ની ઉજવણી શરૂ થઈ અને તા. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન સપ્તાહની ઉજવણી થઈ રહી છે.
વેલેન્ટાઈન વીકની ઉજવણી તા. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉજવાય છે જેમાં
–7 ફેબ્રુઆરીએ રોઝ ડે
–8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે
–9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે
–10 ફેબ્રુઆરીએ ટેડી ડે
–11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે
–12 ફેબ્રુઆરીએ હગ ડે
–13 ફેબ્રુઆરીએ કિસ ડે
–14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે
આમ, આખું વીક ઉજવાય છે અને 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેની ઉજવણી થાય છે,આ દિવસને પ્રેમનો દિવસ માનવામાં આવે છે. વેલેન્ટાઇન ડે કપલ્સ, લવ બર્ડ્સ માટે ખૂબ જ ખાસ છે અને દરેકને આ દિવસે તેમના પ્રેમ સાથે વધુ સમય પસાર કરવાનું પસંદ છે.
પરિણીત લોકો હોય કે પ્રેમી યુગલો, આ દિવસે દરેક વ્યક્તિ પહેલેથી જ એકબીજાને સ્પેશિયલ સરપ્રાઈઝ આપવાનું પ્લાનિંગ કરે છે અને પ્રેમીઓ પોતાના પ્રેમની લાગણી આ દિવસે વેલેન્ટાઈન કાર્ડ કે મેસેજ અથવા રૂબરૂમાં મળીને વ્યક્ત કરે છે.