ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે આજે સોમવારે સવારે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોની મુલાકાત લીધી અને જવાનોને મળ્યા હતા.
જનરલ પાંડેએ એલએસીની નજીકના સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા પણ કરી હતી.
સેના પ્રમુખ ચીન સાથેની સરહદ પર તૈનાત સૈનિકોને મળવા માટે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાતે છે જેની તસવીરો સામે આવી છે.
નોંધનીય છે કે LACની પાર ચીની સૈનિકોની જમાવટ થઈ છે અને ભારતીય સેનાએ તેના પર નજર રાખીને નોંધપાત્ર સૈનિકો તૈનાત કર્યા છે. જોકે, રાજદ્વારી સ્તરે વાતચીત દ્વારા એલએસીના મુદ્દાઓને ઉકેલવાની પહેલ ચાલુ છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભારતીય સૈનિકો દુશ્મનની કોઈપણ નાપાક યોજનાઓને નાકામ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ અને મજબૂત રીતે તૈનાત છે.