PCS-2022માં અરજી કરનાર ઉમેદવારો માટે હવે નસીબ ખુલ્યા છે. કારણકે પ્રિલિમિનરી પરીક્ષા પહેલા ખાલી પોસ્ટની સંખ્યામાં વધારો થયો છે. આયોગને નાયબ તહસીલદાર અને આબકારી નિરીક્ષકની 50-50 જગ્યાઓ માટે ભરતી હતી હવે પોસ્ટની સંખ્યા વધીને હવે સાડા ત્રણસો જેટલી થઈ ગઈ છે. આ પદો પર ભરતી માટે, ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) રાજ્યના 28 જિલ્લાઓમાં 12 જૂને પ્રારંભિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.
UPPSC એ 16મી માર્ચ 2022 ના રોજ PCS-2022 ની જાહેરાત બહાર પાડી હતી. ત્યારપછી કમિશનને PCSની 250 ખાલી જગ્યાઓ ભરવા કહેવાયું હતું અને ભૂતકાળમાં જે પોસ્ટની માંગણી કરવામાં આવી હતી તેમાં એસડીએમની 39, ડેપ્યુટી એસપીની 93, બીડીઓની 36, નાયબ તહસીલદારની 34, બેઝિક એજ્યુકેશન ઓફિસરની 13, એઆરટીઓની ચાર, ડીપીઆરઓની પાંચ અને સીડીપીઓની 14 જગ્યાઓનો સમાવેશ થાય છે. હવે પોસ્ટ્સની સંખ્યામાં વધારો થતા અરજી કરેલ ઉમેદવારો માટે પસંદગીની તકો વધી છે.