કૃષિ બિલ સામે ખેડૂત પ્રદર્શનનો આજે 10 મા દિવસે પણ ખેડૂત અને સરકાર વચ્ચે શનિવારે પાંચમા તબક્કાની બેઠક નિષ્ફળ રહી હતી. હવે 9 ડિસેમ્બરના રોજ ફરી બેઠક થશે. જે સવારે 11 વાગ્યે શરૂ થશે તેમ સૂત્રો એ જણાવ્યુ હતુ.
આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મળેલી મીટિંગમાં 40 ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતો એ જણાવ્યું કે સરકાર માગણીઓ પૂરી કરે નહિ તો બેઠક છોડી જતા રહેશે. ખેડૂતોએ કહ્યું કે હવે તેઓ કોઈ વાતચીત ઈચ્છતા નથી, સરકાર ઉકેલ શોધે. લંચ બ્રેક સમયે ખેડૂતોએ આજે પણ સરકારી ભોજન લીધુ ન હતું, પણ પોતાનું ભોજન લઈને આવ્યા હતા. તેઓ પાણી પણ સાથે લઈને આવ્યા હતા. આ અગાઉ ગુરુવારની બેઠકમાં પણ ખેડૂતો ભોજન લઈને આવ્યા હતા.
આમ આંદોલનકારી ખેડૂતો સરકારી ભોજન અને પાણી નો બહિષ્કાર કર્યો હતો.
